સુરતના યુવકને પોતાનો શોખ ભારે પડ્યો, સોશિયલ સાઇટ પર જોયું એવું કે…. જોતા જ ઉડ્યા હોંશ

GUJARAT

ટેક્નોલોજી બેધારી તલવાર જેવી સાબિત થઇ રહી છે. તેમાંય સ્માર્ટ કેટેગરીમાં આવતા ગેજેટ વાપરવામાં જરા સરખી ગફલત જે તે વ્યક્તિને મોટું સામાજિક-આર્થિક નુકસાન કરી શકે છે. શહેરના પોશ વિસ્તારમાંથી આવી જ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.

પોર્ન શોખીન યુવક તેના બેડરૃમમાં પત્ની સાથે માણેલી અંગત પળો વેબ ઉપર ફરતી થઇ જતાં તે કફોડી સ્થિતિમાં મુકાઇ ગયો હતો. સાયબર એક્સપર્ટની મદદથી કરાયેલી તપાસમાં કોઇક ભેજાબાજે બેડરૂમનું સ્માર્ટ ટીવી હેક કરી આ કારસ્તાન કર્યુ હોવાનો ખુલાસો થયો હતો.

શહેરના વેસુ વિસ્તારમાં રહેતા 30 વર્ષીય મનિષભાઇ પટેલ (નામ-એડ્રેસ બદલ્યા છે) ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજર છે. પરિવારમાં પત્ની અને સંતાનમાં 5 વર્ષીય દીકરી છે. મનિષભાઇને પોર્ન વીડિયો જોવાની લત છે. થોડા દિવસો પહેલાં મનિષભાઇ પોર્ન સાઇટ્સ પર એક પછી એક અશ્લીલ વીડિયો નિહાળી રહ્યા હતા ત્યારે એક વીડિયોમાં ખુદને જોઇ ડઘાઇ ગયા હતા. ઘરના બેડરૃમમાં પત્ની સાથે માણેલી અંગત પળોનો વીડિયો કોઇકે પોર્ન સાઇટ્સ પર અપલોડ કરી દીધી હતી.

ફૂટેજ ક્લિયર હોવા સાથે ચોરીછૂપીથી નહિ પણ નજીકથી કેમેરો મૂકી વીડિયો બનાવાયો હોવાનું જણાયું હતું. પત્નીને આ અંગે વાત કરી તો તેણી પણ ચોંકી ગઇ હતી. કાવતરાની શંકાથી મનિષભાઇએ બેડરૃમ આખો ફંફોસી નાંખ્યો હતો પણ કોઇ સ્પાય કેમેરો મળ્યો ન હતો. દરમિયાન એક ફ્રેન્ડ થકી સાઇબર એક્સપર્ટની તેમણે મદદ લીધી હતી.

સાઇબર એક્સપર્ટે મનિષભાઇના બેડરૃમમાં સર્ચ કર્યુ હતું. બેડરૃમમાં લેપટોપ, ડેસ્કટોપ કે કોઇ હિડન કેમેરા મળ્યા ન હતા. સાથોસાથ પતિ-પત્ની મોબાઇલ પણ ઓફ કરીને સૂઇ જતા હોવાનું જાણવા મળતા સૌ કોઇ આ વીડિયો કેવી રીતે અને કોણે બનાવ્યો તે અંગે માથું ખંજવાળતા થઇ ગયા હતા.

આખરે સાઇબર એક્સપર્ટની નજર બેડરૃમમાં બેડની બરાબર સામે મૂકેલા સ્માર્ટ ટીવી પર પડી હતી. વીડિયોની પોઝિશન પણ સ્માર્ટ ટીવી આસપાસ જણાઇ હતી. આખરે આ દિશામાં કરેલી તપાસમાં દંપતીના પોર્ન વીડિયો માટે સ્માર્ટ ટીવી જવાબદાર હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સ્માર્ટ ટીવી સાથે વેબ કેમેરો, માઇક્રો ફોન, સ્પાય કેમેરો એટેચ હોય છે. સ્માર્ટ ટીવી ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય છે. જેમ નેટ કનેક્ટેડ મોબાઇલ-કમ્પ્યુટર કે લેપટોપ હેક થાય છે તેમ સ્માર્ટ ટીવી પણ હેક થઇ શકે છે.

ભેજાબાજે મનિષભાઇનું સ્માર્ટ ટીવી હેક કરી લઇ તેમની અંગત પળો આ ટીવી થકી કેદ કરી લીધી હતી અને બાદમાં અંગત પળોનો વીડિયો પોર્ન સાઇટ્સ પર મૂકી દીધો હતો. મનિષભાઇએ સાઇબર એક્સપર્ટની મદદ લઇ પોર્ન સાઇટ્સ પરથી વીડિયો રિમૂવ કરાવી દીધા છે. આમ, સ્માર્ટ ટીવીને કારણે મનિષભાઇ અને તેમનો પરિવાર શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયો હતો.

સ્માર્ટ ટીવીના સ્પાઇંગ ફિચર્સ ડિસેબલ કરી દેવા જોઇએ: સાઇબર એક્સપર્ટ વકીલના
શહેરના જાણીતા સાઇબર ક્રાઇમ એક્સપર્ટ ડો. સ્નેહલ વકીલનાએ જણાવ્યું કે, સ્માર્ટ ટીવી યુઝર્સે ખાસ તકેદારી રાખવી જોઇએ કે નેટ કનેક્ટેડ કોઇપણ ડિવાઇઝની જેમ સ્માર્ટ ટીવી પણ હેક થઇ શકે છે. આ ટીવી હેક થઇ જાય તો લોકો તો ટીવીને જુએ છે પણ સાથોસાથ ટીવી (થર્ડ પર્સન) પણ લોકોને જોતું હોય છે.

બેડરૃમની પ્રાઇવેટ વાતો-પળો આ સ્માર્ટ ટીવીના કેમેરામાં કેદ થઇ જાય છે અને સાઇબર ક્રિમિનલ્સ આ અંગત પળો થકી બ્લેકમેઇલિંગ કહો કે બદનામ પણ કરી શકે છે. જે માટે તકેદારી રાખવા લોકોએ સ્માર્ટ ટીવીના સ્પાઇંગ ફિચર્સ (વેબ કેમેરા, સ્પાય કેમેરા, માઇક્રો ફોન વગેરે) ડિસેબલ કરી દેવા જોઇએ. ઉપરાંત જ્યારે જરૃર ન હોય ત્યારે સ્માર્ટ ટીવીમાં નેટ ડિસકનેક્ટ કરી દેવું જોઇએ.

ટીવી રિમોટથી શટડાઉન કરવાની સાથોસાથ ઇલેક્ટ્રિક સ્વીચ ઓફ કરવાનું કદાપિ ભૂલવું નહી. જો ઇલેક્ટ્રિક સ્વીચ બંધ કરી ન હોય અને ટીવીમાં નેટ ચાલુ હોય તો પણ ટીવીના સ્પાય કેમેરામાં બેડરૃમની હરકતો કેદ થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *