સુરતમાં હવે 108 એમ્બ્યુલન્સની અછત નહીં વર્તાય, રાજ્ય સરકાર દ્વારા જાણો સ્ટાફ સાથે કેટલી 108 ફાળવાઈ?

GUJARAT

કોરોના મહામારીમાં એમ્બ્યુલન્સની અછત સર્જાઇ રહી છે. ચારેબાજુ એમ્બ્યુલન્સને લઈને માંકાણ ચાલી રહી છે, ત્યારે સમયસર એમ્બ્યુલન્સ નહિ મળવાની બુમો વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સુરતને નવી 10 અને જિલ્લામાં 6 આમ 16 જેટલી એમ્બ્યુલન્સ સાથે અલગથી સ્ટાફની પણ ફાળવણી કરવામાં આવી છે. જેનાથી હવે દર્દીઓને પડતી તકલીફો દૂર થશે, અને એમ્બ્યુલન્સ વધુ હોવાનો લાભ મળશે.

કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકારે સુરતને 108ની બીજી 10 એબ્યુલન્સ ફાળવી છે. તો નવી એમ્બુલન્સ આવવા સાથે 108ની સંખ્યામાં વધારો થતાં કોલ અટેન કરવાનો સમય બચશે અને દર્દીઓને વધુ લાભ થશે. આ અંગે 108 એમ્બ્યુલન્સના પ્રમુખ રોશનએ જણાવ્યું હતું કે સુરત શહેર – જિલ્લામાં 108 એબ્યુલન્સ મળી કુલ 50 ગાડી છે જેમાં 39 એબ્યુલન્સ સુરત શહેર અને 11 એબ્યુલન્સ સુરત જિલ્લામાં છે.

મોટા ભાગની એબ્યુલન્સ કોરોના સંબંધિત કોલ અટેન કરી રહી છે. જોકે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોય તેમ 108 એબ્યુલન્સ સતત દોડતી રહે છે. દિવસેને દિવસે સતત કેસોમાં વધારો થયો છે, જેને પગલે ઘણી વખત 108 દર્દી પાસે સમયસર નહીં પહોંચે કે કોલ અટેન નહીં થાય એવી ઘટનાઓ પણ બની રહી હતી. દરમિયાન રાજ્યભરમાં 150 જેટલી 108ની નવી એમ્બુલન્સ ફાળવાઈ છે. જે પૈકી 10 એબ્યુલન્સ સુરતને આપવામાં આવી છે.

નવી 10 ગાડી સાથે સુરતમાં 108 એબ્યુલન્સની સંખ્યા 50 થઈ છે. એબ્યુલન્સની સાથે નવો સ્ટાફ પણ ફાળવાયો છે જેના લીધે દર્દીઓને વધુ લાભ મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published.