સુહાગરાતના દિવસે જ પતિ બન્યો હેવાન, પિરિયડમાં રહેલી પત્નીને માર મારી કર્યો બળાત્કાર

WORLD

ઇજિપ્તના ટીવી શો પર બતાવેલ એક દ્રશ્ય પછી મહિલાઓએ સોશિયલ મીડિયા પર તેમના ખરાબ અનુભવો તેમની સાથે શેર કર્યા છે. આ પોસ્ટ્સમાં એક મહિલાએ તેમની સાથે બનેલી ભયાનક ઘટનાનું વર્ણન કરતા સૌ કોઈ ચોંકી ગય હતા.

આ 34 વર્ષીય મહિલાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે જ્યારે હું હનીમૂન પર પીરિયડ્સમાં હતી ત્યારે મેં તેની સાથે સેક્સ કરવાનો ઇનકાર કર્યો હતો. તેને લાગ્યું કે હું તેને ઈન્ટિમેન્ટ થવાથી મનાઈ કરી રહી છું. તે પછી તેણે મને માર માર્યો અને બળાત્કાર ગુજાર્યો.

મહિલાઓની રાષ્ટ્રીય પરિષદના અહેવાલ મુજબ, ઇજિપ્તમાં દર વર્ષે સરેરાશ 65૦૦ કેસ એવા નોંધાય છે, જેમાં પતિ દ્વારા વૈવાહિક બળાત્કાર, જાતીય સતામણી અને બળજબરીથી સેક્શુઅલ પ્રેક્ટિસની ઘટનાઓ સામેલ છે.

વીમેન સેન્ટર ફોર ગાઈડન્સના એક વકીલ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે જણાવ્યું હતું કે ઇજિપ્તમાં એક એક સંસ્કૃતિ એકદમ સામાન્ય છે, જે મુજબ એક મહિલા પોતાના પતિ માટે સેક્સ કરવા માટે 24 કલાક ઉપલબ્ધ હોય છે, જેના કારણે મેરિટલ રેપ જેવી ઘટનાઓ સામે આવી છે.

જો કે, આ કિસ્સામાં ઇજિપ્તના ઇસ્લામિક સલાહકાર મંડળના સભ્ય દાર અલ-ઇફતાએ કહ્યું છે કે જો કોઈ પુરુષ સંબંધ રાખવા માટે તેની પત્ની પર હિંસા કરે છે, તો મહિલાને તેના પતિ સામે ફરિયાદ નોંધાવવાનો સંપૂર્ણ અધિકાર છે. અને તેને સજા મળી શકે છે.

આમ હોવા છતાં, છેલ્લાં બે વર્ષમાં વિમેન સેન્ટર ફોર ગાઈડેન્સએ છેલ્લા બે વર્ષમાં 200 થી વધુ મેરિટલ રેપ નોંધાવ્યા છે. નોંધપાત્ર રીતે, ડબ્લ્યુએચઓ મુજબ મેરિટલ રેપએ જાતીય હિંસાનો એક પ્રકાર છે, પરંતુ ઇજિપ્તના કાયદામાં વૈવાહિક બળાત્કારને ગુનો માનવામાં આવતો નથી.

Leave a Reply

Your email address will not be published.