સુહાગરાતમાં પત્નીને બ્લડ ના નીકળ્યું તો શું એ બીજા કોઈ જોડે પેહલા ????……

GUJARAT

પ્રશ્નઃ નમસ્તે સર, મારાં લગ્નને દસ વર્ષ થયાં છે. મારા પતિને પોર્ન ફિલ્મોની લત છે. તો પોર્ન ફિલ્મોની જેમ જ મારી સાથે તે રિલેશન બાંધવા ઈચ્છે છે, પરંતુ હું ના પાડી દઉં છું, કારણ કે મને બીક લાગે છે.

મને ડર છે કે તેમની આ વાત નહીં માનું તો મારાં લગ્ન તૂટી જશે તો? હું શું કરું? કારણ કે પતિનો ખૂબ આગ્રહ હોય છે, જ્યારે મને એ બધું થોડું ભયજનક લાગે છે. યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબઃ જો તમારા પતિ સેક્સલાઈફમાં વિવિધતા ઈચ્છે છે અને તેમની ઈચ્છાઓ તથા આદતોથી તમને કોઈ નુકસાન નથી થઈ રહ્યું તો તમે પણ તેમની સાથે ભાગ લો. તમે પ્રશ્નમાં જણાવ્યું નથી કે તમારા પતિ પોર્ન ફિલ્મ જોઈને કેવી ડિમાન્ડ કરે છે?

જો તેમની ડિમાન્ડ અસામાન્ય અને એબ્નોર્મલ સેક્સની હોય તો તમે તેમની સાથે ખુલ્લા મને વાત કરો. તેમને પ્રેમથી સમજાવો તથા સેક્સ અંગે તમારા વિચારો અને ઈચ્છા સ્પષ્ટ કરો. તેમ છતાં તે પોતાની જીદ ન છોડે અને તેમને સતત અસંતોષ રહે તો તમારે તેમનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે અને જરૂર જણાય તો તેમની સારવાર માટે તમે સેક્સોલોજિસ્ટનો સંપર્ક કરી શકો છો.

પ્રશ્નઃ નમસ્તે સર, મારી ઉંમર ૨૫ વર્ષની છે. મારાં લગ્ન તાજેતરમાં જ થયાં છે. લગ્નની પહેલી રાત્રે સમાગમ સમયે તેના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી ન નીકળ્યું અને કૌમાર્યપટલ પણ જોવા ન મળ્યો. તો શું તેનો અર્થ એમ થયો કહેવાય કે મારી પત્ની લગ્ન પહેલાં પણ કોઈ અન્ય વ્યક્તિ સાથે ફિઝિકલ રિલેશનમાં રહી છે? મને આ પ્રશ્નનો યોગ્ય ઉત્તર આપો.

જવાબઃ જુઓ આ વાતથી ગભરાવાની બિલકુલ જરૂર નથી. પહેલા સમાગમ વખતે લોહી નીકળવું તે જરૂરી નથી. ઘણી મહિલાઓ એવી છે, જે પહેલી જ વખત સેક્સ કરી રહી હોય તેમ છતાં તેમને લોહી નીકળતું નથી તથા કૌમાર્યપટલ તૂટતો નથી.

હકીકતમાં તો આ એટલો મોટો મુદ્દો જ નથી, જેટલો તમે બનાવી રહ્યા છો. આ પ્રકારના મુદ્દાના કારણે ઘણી વખત પતિ-પત્ની વચ્ચે મનભેદ સર્જાતા હોય છે, અને બંનેના લગ્નજીવનમાં કડવાશ ઊભી થાય છે. કૌમાર્યપટલ બાળપણમાં રમતગમત સમયે, સાઈકલ ચલાવતી વખતે અથવા તો એક્સરસાઈઝ કરતી વખતે તૂટી શકે છે. તેનો અર્થ એ નથી કે તમારી પત્નીના કોઈ અન્ય વ્યક્તિ સાથે ફિઝિકલ રિલેશન હોય જ. તેથી ચિંતા ન કરો. આ ઉપરાંત તમારાં નવાં લગ્ન થયાં છે, તો તમે એકબીજાને સમજો તથા વિશ્વાસ રાખો. આ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *