શુ તમને ખબર છે દાદા હનુમાનજીનો જન્મ ક્યાં થયો હતો, જાણો વિગતે માહિતી….

DHARMIK

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને આ લેખમાં અમે તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યા છીએ તો આવો જાણીએ અને તેમજ આજે આપણે વાત કરવાના છીએ હનુમાન દાદા જેની બુદ્ધિ અને બળની ચર્ચા ત્રેતાયુગથી લઇ કળિયુગ સુધી થતી આવી છે અને તેમજ આ પૌરાણિક ગ્રંથો અને સનાતન ધર્મમાં સંકટમોચન હનુમાનનો મહિમા અદભુત છે. હિન્દુ ધર્મની આસ્થાના સૌથી મોટા વાહકોમાંથી એક હનુમાનના જન્મ સ્થળ પર હાલમાં દક્ષિણ ભારતમાં ઘમાસણ છેડાયું છે જેની વાત અહીંયા કરવામાં આવી છે અને કર્ણાટક અને આંધ્રપ્રદેશ બંને રાજ્ય ભગવાન હનુમાનના જન્મસ્થળ પર દાવો ઠોકતા દેખાયા છે તેમજ હવે કર્ણાટકના શિવમોગાના એક ધર્મગુરૂએ મારૂતિનંદનના જન્મસ્થળ પર નવો દાવો ઠોકયો છે અને તેમનું કહેવું છે કે ઉત્તર કન્નડ જિલ્લાના તીર્થસ્થળ ગોકર્ણમાં રામદૂત હનુમાનનો જન્મ થયો હતો. આવો સમજીએ આખો વિવાદ શું છે તેના વિશે વાત કરવામાં આવી છે.

આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો હનુમાન પર શું છે દાવો

ત્યારબાદ વાત કરે તો અહીંયા કહેવામાં આવ્યું છે કે કર્ણાટકનો દાવો છે કે હનુમાનનો જન્મ કિષ્કિંધાના અંજનાદ્રિ પર્વત પર થયો હતો અને તેની સાથે જ આ જગ્યા કોપ્પલ જિલ્લાના અનેગુંડીમા કહેવાય છે અને માનવામાં આવે છે તેમજ બીજીબાજુ આંધ્રપ્રદેશ પણ હનુમાનના જન્મસ્થળ પર દાવો કરતું આવ્યું છે અને સાથે સાથે જ આંધ્રના દાવા પ્રમાણે હનુમાનની જન્મભૂમિ તિરૂપતિના 7 પર્વતોમાંથી એક પર છે અને આ પહાડનું નામ પણ અંજનાદ્રિ છે અને તેમજ આપને જણાવી દઇએ કે તિરૂપતિમાં આવેલ તિરૂમલા મંદિર હિન્દુઓની માન્યતાનું મોટું કેન્દ્ર છે અને આ તેલુગુમાં તિરૂમલાનો અર્થ થાય છે સાત પર્વતો તેમજ આ મંદિર સાત પર્વતોને પાર કરતાં આવે છે એવું પણ કહેવાય છે.

હવે શિવમોગાના મઠના જન્મ સ્થળ પર શું દલીલ.

કર્ણાટકના શિવમોગા સ્થિત રામચંદ્રપુર મઠના પ્રમુખ રાઘવેશ્વર ભારતી પોતાના દાવાના સમર્થનમાં રામાયણનો ઉલ્લેખ કરે છે. તેમાં તેઓ સીતાને સમુદ્રના પાર ગોકર્ણમાં પોતાના જન્મ સ્થળની વાત કહે છે. રાઘવેશ્વર ભારતીનું કહેવું છે કે રામાયણમાં મળેલા પ્રમાણ પરથી અમે કહી શકીએ છીએ કે ગોકર્ણ હનુમાનની જન્મભૂમિ અને કિષ્કિંધા સ્થિત અંજનાદ્રિ તેમની કર્મભૂમિ છે.

તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમનો દાવો મજબૂત.

અંતમાં આ વિશે વાત કરવામાં આવે તો આ તિરૂપતિની અંજનાદ્રિ પર્વતને લઇ ટીટીડી એટલે તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ પોતાના દાવાને મજબૂત માની રહ્યો છે.તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે અને આ સાથે જ આ ટીટીડી ટ્રસ્ટ બોર્ડના કાર્યકારી અધિકારી કેએસ જવાહર રેડ્ડીનું કહેવું છે કે અમારી પાસે પૌરાણિક અને પુરાતાત્વિક પ્રમાણ છે અને આ વાત કદાચ ઘણા લોકોને નહિ જ ખબર હોય પરંતુ તેના આધાર પર અમે સાબિત કરી શકીએ છીએ કે તિરૂપતિના અંજનાદ્રિ પર્વત પર જ હનુમાનનો જન્મ થયો હતો. ઉલ્લેખનીય છે કે તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમના નિષ્ણાતોની એક પેનલ પોતાનો રિપોર્ટ 21મી એપ્રિલના રોજ સોંપશે એવુ અહીંયા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.