શું બિલ ગેટ્સના રંગીન મિજાજના કારણે થયા છૂટાછેડા? ઘરમાં થતી નગ્ન પાર્ટી

DHARMIK

બિલ ગેટ્સ (Bill Gates)અને તેની પત્ની મેલિન્ડા ગેટ્સ(Melinda Gates) વચ્ચેનો સંબંધ સમાપ્ત થઈ ગયો છે. આ દરમિયાન ગેટ્સ પર પુસ્તકો લખી ચૂકેલા જેમ્સ વોલેસે માઇક્રોસોફ્ટના દિગ્ગજની મહિલાઓને લઈને ઘણી આદતો વિશે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે, વિતેલા વર્ષોમાં ગેટ્સે તેના સાથીદારો સાથે મળીને ઘરમાં ઘણી ‘વાઇલ્ડ પાર્ટીઝ’નું આયોજન કર્યું હતું, જેમાં સ્ટ્રિપર્સને બોલાવવામાં આવતી હતી. તેઓએ અનુમાન લગાવ્યું છે કે બિલની આ ટેવને કારણે બંનેના સંબંધોને અસર થઈ છે.

સ્ટ્રિપર્સ ઘરે આવતી

માઇક્રોસોફ્ટના સ્થાપક પર વlલેસે બે પુસ્તકો લખ્યા છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે ખુલાસો કર્યો છે કે, વિતેલા દિવસોમાં માઇક્રોસોફ્ટના ઘણા સભ્યો કામની સાથે સાથે પાર્ટી પણ કરતા હતા. તેમણે જણાવ્યું કે આ દરમિયાન બહારથી સ્ટ્રીપર્સ પણ બિલના ઘરે લાવવામાં આવતી હતી. તેમણે કહ્યું હતું કે અગાઉ બિલ ફક્ત કમ્પ્યુટર કામ કરતો છોકરો નહોતો, તે ખૂબ રંગીન જીવન પણ જીવતો હતો.

મીડિયાએ બિલની પાર્ટી વિશે કંઈ કહ્યું નહીં

પોતાના બીજા પુસ્તક ‘Bill Gates and the Race to Control Cyberspace’ માં, વોલેસે વોશિંગ્ટનમાં તેમના લોરેલહર્સ્ટના ઘરે બિલની નગ્ન પાર્ટીઓનું વર્ણન કર્યું છે. તેણે કહ્યું છે કે ત્યારથી રાષ્ટ્રીય મીડિયા ગેટ્સથી તેની તકનીકી અને વ્યવસાયિક સ્ટોરીઓ લઈને જ આવતા હતા. મીડિયાએ ક્યારેય ‘વાઇલ્ડ પાર્ટીઝ’ વિશે વાત કરી નથી.

ગેટ્સ પત્રકારો સાથે ફ્લર્ટ કરતા

વlલેસના મતે આ પ્રકારની વસ્તુઓ બંનેના સંબંધોને અસર કરી શકે છે. તેમણે કહ્યું હતું કે ફ્રેન્ચ (મેલિન્ડાનું ભૂતપૂર્વ નામ) ગેટ્સની મહિલાઓ અંગેની ટેવ વિશે જાણતી હતી અને તેમના સંબંધોમાં ઉતાર ચઢાવ આવતો રહેતો. વlલેસે કહ્યું, એક સમયે, બંનેએ લગભગ એક વર્ષ માટે બ્રેકઅપ પણ કર્યું કારણ કે ગેટ્સ કોઈપણ પ્રકારનું કમિન્ટમેન્ટ કરવાનો ઇનકાર કરી રહ્યો હતો. 1992માં જ્યારે તે બંને ફરી એક સાથે આવ્યા ત્યારે તેમના સંબંધો વધુ મજબૂત બન્યાં. લેખક કહે છે કે બિલ તેમને કવર કરનાર પત્રકારો સાથે પણ ફ્લર્ટ કરતા.

Leave a Reply

Your email address will not be published.