સોનાના ભાવમાં મોટો ઘટાડો, અત્યાર સુધીમાં 9 હજાર રૂપિયા સસ્તુ થયું સોનુ

GUJARAT

ભારતીય બજારમાં સતત બીજા દિવસે સોનાના ભાવ(Gold Silver Price)માં ઘટાડો થયો છે. બુધવારે એમસીએક્સ પર સોનાનો વાયદો 0.18% ઘટીને 47,548 પર પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે, જ્યારે ચાંદીનો વાયદો 0.60% ઘટીને રૂ. 71,500 પ્રતિ કિલોગ્રામ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2020માં સોનું રૂ. 56,200 ના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. તે મુજબ સોનું ત્યારબાદ લગભગ 9,000 રૂપિયા સસ્તુ થયું છે.
00:04/02:42

સોનાના ભાવો: બુધવારે, એમસીએક્સ પર સોનાનો વાયદો 0.18% ઘટીને 47,548ના પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. મંગળવારે સોનું 47,640 પ્રતિ 10 ગ્રામની સપાટીએ બંધ થયું હતું.

ચાંદીના નવા ભાવ: આજે ચાંદીના ભાવમાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો છે. ચાંદીનો વાયદો 0.60% ઘટીને રૂ. 71,500 પર પ્રતિ કિલો રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે હાજર સોનું 0.2 ટકા તૂટીને 1,832.73 ડોલર પ્રતિ ઓંસના સ્તરે રહ્યું. યુએસ સોનાનો વાયદો 0.1 ટકા તૂટીને 1,834.30 ડોલર પર બંધ રહ્યો હતો. જ્યારે ચાંદી 0.6 ટકા ઘટીને 27.47 ડોલર પ્રતિ ઓંસ પર આવી ગઈ છે, જ્યારે પ્લેટિનમ 0.5 ટકા ઘટીને 1,228.68 ડોલર પર છે.

સોનાની શુદ્ધતા જાતે તપાસો

જો તમારે હવે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો સરકાર દ્વારા આ માટે એક એપ્લિકેશન બનાવવામાં આવી છે. ‘BIS Care app’ દ્વારા, ગ્રાહક સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા જ ચકાસી શકતા નથી પરંતુ તેની સાથે સંબંધિત કોઈ ફરિયાદ પણ કરી શકો છો.

આ એપમાં માલનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો જોવા મળે છે, તો ગ્રાહકો તરત જ ફરિયાદ કરી શકે છે. આ એપ દ્વારા ગ્રાહકને તુરંત ફરિયાદ નોંધાવવાની માહિતી પણ મળશે.

Leave a Reply

Your email address will not be published.