સોહેલ સાથે એક દિવસ મેં ચરમસુખ માણ્યું,પણ હું ગર્ભવતી કેમની થઇ એ મને ખબર જ ના પડી,હવે શું કરવું

GUJARAT

ઊનાળાની કાળઝાળ ગરમી હતી. ખેડૂત ત્રાહિમામ પોકારી ગયો હતો. રાજસ્થાનમાં આ સતત ત્રીજું વર્ષ પણ કોરું ધાકોર જ જશે? ના વાયરા પલટવાના એંધાણ હતા કે ના સમ ખાવા પૂરતી યે કોઈ વાદળી પસાર થતી હતી. ના તો કોઈ પક્ષીની ચિચિયારી સંભળાતી કે ના ચકલી ધૂળમાં રમતી હતી. ટૂંકમાં વરસાદ આવવાના કોઈ લક્ષણ દેખાતા ન હતાં. એનજીઓ સંવેદના આ વર્ષે પણ કમર કસીને બેઠી હતી. વરસાદની, કે પાક લેવા ખેતરમાં હળ ફર્યાની કે બીજ ઓરાયાની કે એવી કોઈ રાહ જોઇને આપણે વધારે જીવ નથી ગુમાવવા એવું તેમણે નક્કી કરી લીધું હતું. આથી રાજસ્થાન ક્ષેત્રને સંભાળતી સલોનીને સજ્જ થવા કહેવાયું. સલોનીની ટીમ નક્કી જ હોય, રેણુ, ચેતના, આમીર, ડો. બક્ષી- કૃષિ વૈજ્ઞાાનિક, સહાના, પૂર્વી અને ડ્રાઈવર જેતાભાઇ. ક્યારેક અનાજ વિતરણમાં બે વાહનોની જરૂર પડે તો આમીર પણ ગાડી ચલાવી લેતો અને જેતાભાઇ ટ્રક હંકારી લેતા.

ટીમ આખી અમદાવાદથી જયપુર પહોંચી. બે મોટા ફ્લેટ ભાડે રાખી એમાં જ ગેસ્ટ હાઉસ અને ઓફિસ બનાવી દીધાં હતાં. આવતાં વેંત આમિરને રવાના કર્યો રાજ્ય સરકારની કચેરીઓમાં. કયા ગામો સંપૂર્ણ અછત ગ્રસ્ત છે, કયા ગામો પૂર્ણ અછતની લપેટમાં છે, દરેક ગામની વસ્તી કેટલી છે, કૂવા, પાળા, તળાવ, કાચા અને પાકા ઘરોની સંખ્યા એમ તમામ માહિતી એકઠી કરવામાં આવી. આમિરની સાથે રહી ચેતનાએ ગામના ઘરો દીઠ કેટલા સભ્યો છે અને તેઓની જરૂરિયાત કેટલી રહેશે એનો આંક કાઢી સીધું- સામાન, કપડાં, વાસણ વગેરેની યાદી તૈયાર કરી. ડા.બક્ષીએ કૂવા, તળાવો, વગેરેના ભૂગર્ભ જળના છેલ્લા ચાર વર્ષના આંકડા તપાસ્યા અને હાલ પાણી કેટલું ઊંડે ગયું છે તે જોયું. એ પોતાની કામગીરી ક્યાંથી અને કેવી રીતે શરુ કરવી એનો નકશો બનાવવામાં વ્યસ્ત થઇ ગયા. સહાના અને પૂર્વીને અનાજની ખરીદી સોંપવામાં આવી હતી.

શાકભાજીમાં હાલ તો ડુંગળી અને બટાટા જ ખરીદવાના હતા. જ્યાં સુધી વિતરણ થાય ત્યાં સુધી આ જ શાક બગડે નહિ. સહાના ભાવ-તાલ કરવામાં એક્કો હતી અને ત્રાજવાની ધડી એની નજર સામે તો જમીનને સમાંતર જ રહેતી, નહિતર એ વેપારીનું આવી જ બનતું. ગામડાના લોકોની ટેવને અનુરૂપ થોડાં-ઘણાં કઠોળ પણ ખરીદાયા હતાં. પણ કઠોળની તો અડધા ક ે એક કિલોની કોથળીઓ તૈયાર કરવામાં આવી હતી. નાનાં છોકરાંને પ્રોટીન પણ મળી રહે એ જોવાનું હતું, એથી જ છોકરાં વાળા ઘરમાં કઠોળની કિલોની કોથળી અને છોકરાં વગરનાં ઘરોમાં અડધા કિલો કઠોળની કોથળી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એ પછી વારો આવ્યો કપડાંનો. જયપુર જેવાં શહેરમાં કપડાં અને ચાદરોની સખાવત પણ થઇ. રોટરી ક્લબ આગળ આવી અને ક્લબમાં જ કપડાં એકઠાં કરાયાં.

મોઢામોઢ વાત પ્રસરી અને લોકોએ પોતાના ઘરોમાંથી કપડાં ક્લબની ઓફિસમાં જમા કરાવ્યા. સલોની ક્લબમાં પહોંચી અને શેખાવત સાહેબે એને આવકારી. તેઓ કપડાં એકઠાં કરાયા તે રૂમમાં ગયાં. આ પ્રતિભાવથી સલોની તો ખુશ હતી જ, પણ આ શહેરીજનોની આંખે બાઝેલાં પડળથી થોડી નિરાશ થઇ હતી. તેણે શેખાવતને સમજાવ્યું, ”ગામડાં-ગામમાં હજુ યે પ્રણાલિગત વસ્ત્રો જ પહેરાય છે, એ નાનકડી વાત આ શહેરી લોકોની સમજમાં કેમ નહિ આવતી હોય?” શેખાવત તરત આ વાત સમજી ગયા અને સલોનીને બે દિવસ પછી આવવા જણાવ્યું. તેમણે ખાતરી આપી કે છોકરીઓ અને મહિલાઓ માટે તેઓ ઘાઘરા, પોલકા, ચુંદડી, સાડી વગેરે મંગાવી લેશે અને પંજાબી સુટ, પેન્ટ, ફેન્સી બ્લાઉઝ વગેરે કાઢી નાખશે.

લુહાર, ચમાર, સુથાર, ઘાંચી જેવા નાના નાના કારીગરો માટે ઓજારો પણ ખરીદાયા. દિવસમાં માંડ એક વાર રોટલા ભેગા થતાં લોકો છોકરાંનેે નિશાળે મોકલવાનો અને ભણાવવાનો વિચાર તો ક્યાંથી કરી શકે? આમ છતાં સલોનીએ થોડાં પુસ્તકો, રમકડાંની ખરીદી પણ કરાવી હતી. આ બધામાં સૌથી મોટો પ્રશ્ન હતો પીવાના પાણીનો સામાનના વિતરણ વખતે ખટારાઓમાં પાણીના ડ્રમ, બોટલો, કેરબા લઇ જવાતા હતાં. પણ લોકો સુધી પહોંચતાં પહોંચતાં એ પાણી ઉકળવાની સ્થિતિએ પહોંચી જતું. સલોનીએ આ માટે માટીનાં દેગ અને પ્રણાલિગત મશકો ખરીદવાનો આદેશ આપ્યો. પ્રણાલિગત સાધનો જ કાચબા અને સસલાની વાર્તાના કાચબાની જેમ લાંબી મજલ કાપે છે એ સલોની સમજતી હતી.

બધી તૈયારી થઇ ગયા પછી જયપુરથી સૌ પહેલું વિતરણ કામ શરુ થયું. જેતપુર ગામે પહોંચ્યાં ત્યાં ખબર પડી કે કુલ લખેલી વસ્તીમાંથી પુરુષો તો મજૂરી કરવા બહાર જતા રહ્યા છે, જે રોકાયા છે તે ના છૂટકે, કોઈ ને કોઈ કારણસર ઘેર રહ્યા છે. આમ ગામને ચોતરે સીધું-સામાન લેવા આવનારા ઓછા રહ્યા. સલોનીએ બધાને ઘેર જઈને સામાન આપવાની સૂચના આપી. આ વિતરણ કાર્ય બે-એક મહિના ચાલ્યું. સલોની હવે ગામડે ઓછું જતી હતી અને ઓફિસમાં રહીને વ્યવસ્થાપન સંભાળતી હતી. બધાં રાત્રે ભોજન પછી ભેગા મળતાં ત્યારે રોજેરોજની વિગતો ચર્ચાતી હતી. સલોનીએ સૂચના આપી હતી કે ફિલ્ડમાં આ ગરમીમા ં ફરો છો તો તમારા સ્વાસ્થ્યનું પહેલાં ધ્યાન રાખજો. જો આપણી ટીમમાંથી કોઈ એક પણ બીમાર થયું તો આપણી હાલત ભાગેલા રથ જેવી થશે. બીજું એ વાતનું ધ્યાન જરૂર રાખજો કે છેવાડાનું એક પણ ઘર બાકી ના રહી જાય.

આમ ને આમ ચારેક મહિના વીતી ગયા. રવિવારની એક બપોરે બધાં ભેગાં થયાં હતાં અને દરેક ગામના આગવા અનુભવની વાતો કરતાં હતાં. રેણુએ કહ્યું,’ છોકરાઓ ચોપડીઓ જોઇને તો એટલા ખુશ હતાં કે વાત ના પૂછો. એ તો ચોપડી હાથમાં આવતાં જ નાચવા મંડેલા. એમની માને જઈને તરત પૂછે, માડી , હવે મારે નિશાળે ક્યારે જવાનું ? આ ચોપડી તો આવી ગઈ! ને આ માશી મારા નિશાળના યુનિફોર્મ લાવશે?”

જેતાભાઈએ કહ્યું, ” રેવામા તો ખાંડ જોઇને ગદગદ થઇ ગયાં હતાં.” આ મહીને લોટ સાથે ખાંડ પણ આવી હતી, તો કહે, ” મારા લાલજીને પ્રસાદ ધરીશ. જો ને, છેલ્લા ત્રણ મહિનાથી મારો લાલો મોં વકાસીને બેસી રહ્યો છે. ના સ્નાન કરાવાય છે કે ના પ્રસાદ ચડાવાય છે.”રેણુએ કહ્યું, વાહ જેતાભાઇ વાહ, તો તો તમે ફીસ્ટ ખાઈને આવ્યા લાગો છો.સાચું કહેજો હાં, કેટલો પ્રસાદ ઝાપટયો હતો તમે?”

જેતાભાઈને રેણુની વાત સાંભળી અફસોસ થયો. રેણુ તો પ્રસાદનું નામ પડતાં જ જાણે છપ્પન ભોગના વિચારોમાં ડૂબી ગઈ હશે! એને આ ધરાતલની કશી ખબર નહોતી. જેતા ભાઈએ એને સમજાવીને કહ્યું, ”રેણુ, રેવામાનો પ્રસાદ સાવ સાદો અને એટલે કે ટોકનરૂપ પ્રસાદ હોય. એ તો કૃષ્ણ ભગવાનને ચમચી-બે ચમચી શીરો ધરાવે, એ જ. પછી એ જ બે ચમચી છોકરાઓને વહેંચી દે અને પોતે એ ચમચી ચાટી લે.” જેતાભાઈએ કહ્યું, ”સલોનીબેન, રેવામાએ આ ખાંડ જોઇને એટલા એટલા આશીર્વાદ આપ્યા કે જો એ પળે ભગવાન સ્વર્ગમાં સુતો ના હોત તો મારી જિંદગીની બધી ખ્વાહિશો પરિપૂર્ણ થાત અને મારો બેડો પાર થઇ ગયો હોત.’ રેણુએ કહ્યું, જેતાભાઈ, હવે આવું કૈક થાય અને તમને લાગે કે ભગવાન મહેરબાન થવાનો છે, તો પ્લીઝ, અલ્લાઉદ્દીનનો એક ચિરાગ જ માંગી લેજો, બધાંને કામ લાગશે.”

બધાં ખડખડાટ હસી પડયાં. આ હળવાશ વચ્ચે આશા થોડી શાંત બેઠી હતી. સલોનીએ એને શાંત જોઈ કારણ પૂછયું. આશાએ થોડા ક્ષોભ સાથે એક વાત જણાવી. ”હું વિચાર કરતી હતી કે તમને કહું કે ના કહું. મારાથી એક ભૂલ થઇ ગઈ છે. ગયે અઠવાડિયે અમે બાંસી, ખોર અને ઓછારી ગામોએ કીટ વહેંચવા ગયાં હતાં. એ પછી ગાડી ખોટવાઈ જતાં એને રીપેર કરવામાં ખાસ્સો સમય નીકળી ગયો. કુંભા ગામ બાકી રહી ગયું હતું. અમે બધાં ખૂબ થાકી ગયાં હતાં અને મૂળ તો અમારું પીવાનું પાણી ખલાસ થઇ ગયું હતું. કુંભા ગામે કીટ વહેંચવાના બાકી હતાં અને અમને લાગ્યું કે લોકો તો કાગને ડોળે અમારી રાહ જોતાં હશે એટલે અમે પાછાં ફરીએ તે પણ ઠીક નહોતું. એટલે અમે ગાડી રીપેર થઇ એવા જ કુંભા ગામે જવા ઉપડી ગયાં. મને પુષ્કળ તરસ લાગી હતી. મારું ગળું તો એવું સૂકાઈ ગયું હતું કે મને લાગ્યું મારો તો જીવ જ નીકળી જશે. ભર બપોરે આંખે અંધારાં આવ્યાં અને ભર બપોરે જાણે તેજ લીસોટા મારતા તારલા મારી આંખો સામે નાચવા લાગ્યા. આ હાલતમાં પારીડોશીને ઘેર કીટ મૂકવા ગઈ ત્યારે મેં પીવાનું પાણી માગ્યું હતું. ખબર છે એમણે મને શું પૂછયું?”

રેણુએ તડાક દઈને નાટકીય ઢબે બોલવાનું શરુ કર્યું જાણે એનામાં પારીડોશી પ્રવેશી ગયાં હોય, દેવા રે દેવા ! શું કળજુગ આયો છે! આ શેદર વાળા લોકોનો યે ભરોસો નહિ, હોં! આ એક હાથે વસ્તુ આલે છે ને બીજા હાથે માગે પણ છે. ફટ રે ભૂંડી, પંડ માટે પાણી યે હારે લઈને નથી ચાલતી?” એટલું બોલીને રેણુ ખડખડાટ હસવા લાગી.

આશાએ કહ્યું, ”રેણુ, તને કહું કે પારીડોશીએ તદ્દન ઊલટો જ વ્યવહાર કર્યો, તો તું માનીશ?”

આશાએ કહ્યું કે એ ગામમાં એના જેવી લઢકણી ડોશી મેં ક્યાંય જોઈ નથી. એની તો જીભમાં જ કાંટા છે.

”સાવ ખોટું, આશા. પારીડોશીએ મને પૂછયું-” હા હા દીકરી, કેટલા ઘૂંટડા પાણી આપું, મને કેદ તો ?” એમણે છાજલીમાંથી પવાલું ઉતાર્યું, લૂછયું અને મને ચાર ઘૂંટડા પાણી આપ્યું. પણ જેવું હાથમાં પવાલું પકડાવ્યું તેવા જ બોલ્યાં, ”જોજે દીકરી, એમ પાણી પી ના જતી.” એમના શબ્દો મને ચાબખા જેવાં લાગ્યા હતા. હું એમને જોઈ જ રહી હતી. એક તો હાથમાં પાણીનો ગ્લાસ પકડાવ્યો અને પાછા પીવાની ના પાડે છે. મને પેલા પાળેલાં કૂતરાના ટ્રેનર યાદ આવી ગયા. કૂતરાને ભોજન કે પાણી આપે ત્યારે એમને કમાંડ આપે,” વોચ. વોચ એટલે માત્ર જોયા કરવાનું, મોં નહિ અડાડવાનું ! અને જ્યાં સુધી ચાદ ના કહે ત્યાં સુધી ભોજનને મોં નહિ લગાડવાનું ! મારી હાલત એ કૂતરા કરતાયે મને બદતર લાગી હતી. એમણે છીબામાંથી રોટલો તોડયો ને મારી પાસે પાછા આવ્યાં.મારા હાથમાં કટકો રોટલો મૂકતાં બોલ્યાં, ”લે, ખાલી પેટે પાણી ના પીવાય,પાણી પેટમાં વાગે. આ બટકું રોટલો પહેલાં ખા, પાણી પછી પીજે.”

”સલોની મેડમ, એની સમજ કેવી! એ ઝઘડાળુ ીની માણસાઈ જોઈ મારી આંખમાં પાણી આવી ગયેલાં. આટલી કારમી તંગીમાં અને સખાવતો પર જીવવા છતાં યે આટલી ઉદારતા લોકોમાં ક્યાંથી આવે છે!” આશા ગળગળી થઈને પોતાના જ ગળાને પંપાળી રહી, જાણે પાણીનો ઘૂંટડો ધીરે ધીરે નીચે ઉતરતો હોય!

Leave a Reply

Your email address will not be published.