સમાગમ માણવા મહિલાને ત્યાં પોલીસે મોકલ્યો ફેક ગ્રાહક, રૂમમાં ગઈ યુવતી અને થઇ ગયું ….જાણો

GUJARAT

શહેરમાં મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાતા ચકચાર મચી ગઈ છે. મહિલા લાંબા સમયથી બહારથી યુવતીઓ લાવીને કૂટણખાનુ ચલાવતી હતી. સિટી-સી ડિવિઝન પોલીસને બાતમી મળતાં તેમણે ડમી ગ્રાહક મોકલ્યો હતો. ડમી ગ્રાહક ત્યાં પહોંચતા મહિલાએ તેની સાથે પૈસાની લેતી દેતી કરી હતી. તેમજ એક યુવતીને તેની સાથે શરીરસુખ માણવા મોકલી હતી.

બીજી તરફ ઇશારો મળતાં જ પોલીસે રેડ પાડી બધાને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, લોકો પાસેથી એક હજારથી 2 હજાર રૂપિયા લઈને યુવતીઓ સાથે શારીરિક સુખ માણવા દેવામાં આવતું હતું. જામનગરમાં યોગેશ્વરધામ સોસાયટી વિસ્તારમાંથી મહિલા સંચાલિત કુટણખાનું પકડાયું છે. પોલીસે ડમી ગ્રાહક મોકલીને કુટણખાનુ ચલાવનારી બે મહિલાઓ અને બે પુરુષો સહિત ૪ શખ્સોને અટકાયતમાં લીધા છે.

ઝડપી પાડેલ કુટણખાનામાંથી અશ્લીલ ચીજવસ્તુઓ રોકડ રકમ વગેરે કબજે કર્યા છે. મહારાષ્ટ્ર અને જામનગરની ૨ યુવતીઓ મારફતે દેહવિક્રયનો વ્યવસાય ચલાવવામાં આવતો હોવાનું ખુલ્યું છે. હાલ આ કુટણખાનું કેટલા સમયથી ચાલુ છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.