સિલાઈ મશીર રિપેર કરવા આવેલ કારીગરે મહિલાને બનાવી હવસનો શિકાર

GUJARAT

અમદાવાદમાં જાણે ગુનાહિત બનાવોએ માઝા મૂકી હોય તેમ એક પછી એક ગુનાઓની ઘટનાઓ સામે આવી રહી છે. ચોરી, લૂંટ હોય કે પછી દુષ્કર્મ, આવી ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આવી જ એક દુષ્કર્મની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, સિલાઈ મશીન રિપેર કરવા આવેલા પરિચિત શખ્સે મહિલાની એકલતાનો લાભ લઈને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ તો પોલીસે મહેશ કુંડાના નામના શખ્સની ધરપકડ કરી લીધી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મહિલા અને આરોપી શખ્સ બન્ને એકબીજાથી પરિચિત છે અને અગાઉ બન્ને સુરેલિયા વિસ્તારમાં પડોશી હતા. જ્યારે આરોપી સિલાઈ મશીનના રિપેરિંગનું કામ કરે છે.

હાલ તો પોલીસે મહિલા અને આરોપીનું મેડિકલ કરાવીને આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે જ બન્ને વચ્ચે પ્રેમ સબંધ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. હાલ પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે, જેથી દુષ્કર્મની ઘટનામાં વધુ પુરાવા અને માહિતી એકઠી કરી શકાય

Leave a Reply

Your email address will not be published.