સિદ્ધાર્થના અચાનક મોતથી આઘાતમાં એક્સ ગર્લફ્રેન્ડ, શેફાલીએ કહ્યું કે વિશ્વાસ કરવો મુશ્કેલ….

BOLLYWOOD

પ્રખ્યાત ટેલિવિઝન અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના નિધનના સમાચારથી બોલિવૂડથી લઇને ટીવી ઇન્ડસ્ટ્રીના લોકો સ્તબ્ધ છે. દરેક વ્યક્તિને આ સમાચાર પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે છે. અભિનેતાનું ગઇ કાલે નિધન થયું. અભિનેતાના મૃત્યુના સમાચાર સામે આવતા જ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રિપોર્ટ અનુસાર, અભિનેતાનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. દરમિયાન, સિદ્ધાર્થની એક્સ ગર્લફ્રેન્ડ આ સમાચારથી ખૂબ જ ભાવુક થઈ ગઈ છે. તે હજુ પણ માની શકતી નથી કે સિદ્ધાર્થ આ દુનિયા છોડી ગયો છે. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની એક તસવીર શેર કરીને સિદ્ધાર્થને શ્રદ્ધાંજલિ આપી છે.

શેફાલી જરીવાલાએ કહ્યું કે તે હજુ પણ માનતી નથી કે સિદ્ધાર્થ હવે આ દુનિયામાં નથી. તેણે કહ્યું, “તેની સાથે મારી ઘણી યાદો સંકળાયેલી છે. તે માનવું ખૂબ જ મુશ્કેલ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર સિદ્ધાર્થની એક તસવીર શેર કરી અને લખ્યું, ‘RIP મારા દોસ્ત. તું બહું યાદ આવીશ.

શેફાલી-સિદ્ધાર્થ બિગ બોસના ઘરમાં સાથે જોવા મળ્યા હતા

સિદ્ધાર્થ શુક્લાએ શેફાલી જરીવાલાને પણ ડેટ કરી છે. બંને બિગ બોસ 13 ના ઘરમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન, શેફાલી જરીવાલા અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચે ખૂબ સારી મિત્રતા જોવા મળી હતી. એટલું જ નહીં, શેફાલી અને સિદ્ધાર્થ ઘણીવાર બિગ બોસના ઘરમાં સાથે બેસીને વાતો કરતા હતા.

જોકે, આ સમાચાર સામે આવતા જ શહનાઝ ગિલ સંપૂર્ણપણે ભાંગી પડી છે. શહનાઝના પિતા સંતોખ સિંહ સુઈએ એક વેબસાઈટને જણાવ્યું કે તેમની દીકરીની હાલત સારી નથી. કહેવામાં આવી રહ્યું છે કે શહનાઝ ગિલને આ સમાચાર મળતા જ તેણે શૂટિંગ છોડી દીધું. વાસ્તવમાં, શહેનાઝ ગિલ શૂટિંગમાં વ્યસ્ત હતી અને જલદી જ તેને ખબર પડી કે સિદ્ધાર્થ હવે નથી, તેણે શૂટિંગ છોડી દીધું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ રાત્રે દવા લઈને સૂઈ ગયો, ત્યારબાદ તે સવારે ઉઠ્યો નહીં. હાલમાં, તેમનો મૃતદેહ મુંબઈની કૂપર હોસ્પિટલમાં છે. આ સમાચાર સામે આવતા જ ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે. ટ્વિટર પર ઘણા સેલેબ્સ સિદ્ધાર્થના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે. ઘણા લોકો હજી પણ આ પર વિશ્વાસ કરી શકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *