સિદ્ધાર્થ શુક્લા સાથે લગ્ન કરવા માગતી હતી શહેનાઝ, અબૂ મલિકને વાત ચલાવવા કહ્યું હતું

BOLLYWOOD

બિગ બોસ 13નો વિનર અને ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લા હવે આ દુનિયામાં નથી રહ્યો તે વાત પચાવવા આપણા તમામ માટે અઘરી છે. સિદ્ધાર્થ શુક્લાના નિધનના આઘાતમાંથી બહાર આવવું તે તેના પરિવારજનો તેમજ મિત્રો માટે કપરું રહેશે. મિત્રો હંમેશા વિશ્વાસપાત્ર હોય છે અને બિગ બોસ 13માં ભાગ લીધા બાદ અબૂ મલિક સિદ્ધાર્થ શુક્લા માટે આવો જ વ્યક્તિ હતો.

અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતાં અબૂ મલિકે જણાવ્યું કે ‘સિદ્ધાર્થ અને હું એકબીજાની ઘણી નજીક હતા. હું બિગ બોસના ઘરમાં રહું તેવું તે ઈચ્છતો હતો. મેં એકવાર તેને કહ્યું હતું કે, હું આ ગેમમાં વધારે નહીં ટકી શકું, ત્યારે તે ગુસ્સો થઈ ગઈ હતી અને કહ્યું હું કે મારે પ્રયાસ કરવો જોઈએ અને આગળ વધવુ જોઈએ. અને હાલ બિગ બોસ 13 બાદ પણ અમે સંપર્કમાં હતા’.

આજે મુંબઈમાં થશે સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર, સવારે 11 વાગ્યે પરિવારને સોંપાશે પાર્થિવ દેહ
હકીકતમાં, એકવાર સિદ્ધાર્થ ચૂપચાપ શહેનાઝ ગિલની સાથે અબૂ મલિકના ઘરેથી નીકળી ગયો હતો. ‘અમે ક્યારેય તેના વિશે વાત કરી નહોતી. તેઓ સાથે મ્યૂઝિક સાંભળવામાં અને વાતો કરવામાં ઘણો સમય પસાર કરતા હતા’.

અબૂ મલિક અને સિદ્ધાર્થ શુક્લાની મિત્રતા યથાવત્ રહી હતી. ‘હજી બે-ત્રણ દિવસ પહેલા જ અમારો સંપર્ક થયો હતો, અમે લગભગ રોજ વાતો કરતા હતા. હું તેને ફોન કરતો હતો અને તે રિસીવ કરતો હતો. તેણે એક મહિના પહેલા મારા કોલ રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું અને મેં તેને ઘણી વખત ફોન કર્યો હતો. મને લાગે છે કે તે વ્યસ્ત હતો. પરંતુ ત્રણ દિવસ પહેલા તેણે મને કોલ કર્યો હતો’.

એક મહિનાથી, અબૂ મલિક સિદ્ધાર્થ સાથે તેના નવા સોન્ગ ‘કલ રાત મેંને સપના દેખા’ વિશે વાત કરીને થોડી બાઈટ્સ માટે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અબૂએ ખુલાસો કર્યો હતો કે ‘સિદ્ધાર્થે મને કહ્યું હતું કે, તે મને તે બાઈટ્સ આપશે અને મને તે વીડિયો પર જોઈતી હોવાથી મારે 3-4 દિવસની રાહ જોવી પડે તેમ હતી. હું સમજતો હતો કે, તેને વીડિયોમાં દેખાવા માટે તૈયાર થવાની જરૂર હતી’.

આ ક્ષણે શહેનાઝ કેવી સ્થિતિમાં પસાર થઈ રહી હતી જે વિચારીને જ અબૂ મલિક દુઃખી થયો હતો. તેણે તે દિવસને યાદ કરતાં કહ્યુ હતું જ્યારે શહેનાઝે સિદ્ધાર્થ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેને વાત કરવા માટે કહ્યું હતું. ‘શહેનાઝે આ વાત 22 માર્ચ, 2020ના રોજ કહી હતી. મને લાગે છે કે તે પહેલું લોકડાઉન થયું હતું તે પહેલાનો દિવસ હતો’, તેમ ચોક્કસ તારીખ યાદ કરતા તેણે જણાવ્યું.

‘સિદ્ધાર્થ પણ તેને ખૂબ પ્રેમ કરતો હતો. તે કહેતો હતો કે, જો એક દિવસ પણ શહેનાઝ નારાજ થઈ જાય તો, તેનો દિવસ ખરાબ થઈ જતો હતો’, તેમ અબૂએ અંતમાં કહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *