સિદ્ધાર્થ શુક્લા-શહેનાઝ ગિલથી લઈને સુશાંત-રિયા સુધીના અનેક સ્ટાર્સની પ્રેમ કહાની રહી અધૂરી

BOLLYWOOD

પ્રખ્યાત અભિનેતા સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી પરંતુ સિદ્ધાર્થના અચાનક નિધનથી શહનાઝ આઘાતમાં છે. આવું જ કંઈક રિયા ચક્રવર્તી સાથે થયું જ્યારે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી. આવા ઘણા કપલ હતા જે ખુબ જ ચર્ચામાં આવી પરંતુ તેમની લવ સ્ટોરી અધૂરી રહી.

‘બિગ બોસ 13’ ની વિજેતા સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની જોડી બિગ બોસના ઘરમાં બનાવવામાં આવી હતી. આ જોડી એટલી લોકપ્રિય હતી કે ચાહકોએ ‘સિદનાઝ’ નામ આપ્યું. તાજેતરમાં બંનેની શાનદાર કેમિસ્ટ્રી દર્શકોએ એક ડાન્સિંગ રિયાલિટી શોમાં જોઈ હતી. સિદનાઝને સાથે જોવાનું ચાહકનું સપનું અધૂરું રહ્યું.


બોલિવૂડની ખૂબ જ પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રી દિવ્યા ભારતીએ સાજિદ નડિયાદવાલા સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્નના એક વર્ષ બાદ દિવ્યાએ દુનિયાને અલવિદા કહીને ભાવનાત્મક રીતે સાજિદને તોડી નાખ્યો હતો.

આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી અને જિયા ખાનની લવ સ્ટોરી પણ સમાચારોમાં હતી. 2013માં જીયાનો મૃતદેહ તેના રૂમમાંથી મળી આવ્યો હતો. જિયાના મૃત્યુ પછી સૂરજ ઘણા વિવાદોમાં રહ્યો.

વર્ષ 2016માં જ્યારે ‘બાલિકા વધુ’ ફેમ અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીનું નિધન થયું ત્યારે તમામને આંચકો લાગ્યો હતા. પ્રત્યુષાના મૃત્યુ બાદ તેનો બોયફ્રેન્ડ રાહુલ રાજ લાંબા સમય સુધી વિવાદમાં રહ્યો. તેમની લવ સ્ટોરી પણ અધૂરી રહી.

સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તીની લવ સ્ટોરીનો પણ દુઃખદાયક અંત આવ્યો હતો. સુશાંતના મૃત્યુ બાદ તેની ગર્લફ્રેન્ડ રિયાનું નામ ઘણા વિવાદોમાં રહ્યું હતું. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો સુશાંતે રિયા સાથે લગ્ન કરવાની યોજના પણ બનાવી હતી પરંતુ અભિનેતાએ આત્મહત્યા કરી લેતા તે તમામ સપનાઓ ઉપર પાણી ફરી ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *