સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ પહેલી વખત શહેનાઝ ગિલ શૂટિંગ માટે પહોંચી

BOLLYWOOD

2 સપ્ટેમ્બરે થયેલ સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ બાદ તેની લેડી લવ શેહનાઝ ગિલ આઘાતમાં હતી અને તેને બહાર આવવા માટે લોકોથી અંતર બનાવી લીધંુ હતું. એવામાં ફિલ્મનું શૂટિંનું શિડયૂલ પૂરું કરવા માટે અંતે શેહનાઝ શૂટિંગ પર પહાંેચી ગઈ છે.

સિદ્ધાર્થના મૃત્યુબાદ પહેલી વખત શેહનાઝ ઘરની બહાર નીકળી છે અને તેને ફેન્સનો સારો સપોર્ટ મળી રહ્યો છે. હાલમાં જ હૌસલા રખ ફિલ્મના લીડ એક્ટરે તેન કોસ્ટાર સોનમ બાજવા અને શેહનાઝ ગિલની સાથે એર વીડિયો શેર કર્યો છે.

આ ફિલ્મનું એક પ્રમોશનલ વીડિયો છે જેમાં ત્રણેય ફિલ્મનો ડાયલોગ રિક્રિએટ કરતા જોવા મળે છે. વીડિયોમાં શેહનાઝ અને સોનમ, દિલજિતને પિટતા પણ જોવા મળે છે.

વીડિયો શેર કરતા એક્ટર અને સિંગર દિલજિતે લખ્યું કે, મેં આને પ્રેમ કર્યો અને આણે મારી સાથે આ કર્યું. હૌસલા રખ આ દશેરા, 15 ઓક્ટોબરે.. દિલજિતના વીડિયો ઉપરાંત કેટલાય સોર્સે દાવો કર્યો છે કે, શેહનાઝ ગિલ 7 ઓક્ટોબરે ફિલ્મનું શૂટિંગ કરવા વિદેશ રવાના થઈ છે.

ન્યૂઝ સામે આવતાં જ શેહનાઝના ફેન્સે તેની હિંમત વધારવા હૌસલા રખ શેહનાઝ ટ્વિટર પર ટ્રેન્ડ કર્યું છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુક્લાના અવસાન બાદ શહનાઝે પોતાના તમામ પ્રોજેક્ટને પડતા મૂકી દીધા હતાં.

શહનાઝ સિદ્ધાર્થના મુત્યુના આઘાતમાંથી બહાર આવે તે માટે તેના નજીકના મિત્રો અને ખુદ શેહનાઝની માતાએ તેને મોટિવેટ કરવાનું કામ કર્યુ હતું. હવે જ્યારે શેહનાઝ પોતાના કામ પર પરત ફરી છે ત્યારે સિદ્ધાર્થના ફેન્સ દ્વારા શહનાઝને ટ્વિટર પર ટ્રેન્ડમાં લાવીને તેનો ઉત્સાહ વધારી રહ્યાં છે. ટ્વિટર પર લાખોેમાં શહનાઝ તુમ આગે બઢોની પોસ્ટ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *