શુક્રવારે જન્મેલા લોકો હોય ગુણોનો ભંડાર, વૈભવી ઠાઠ-માઠ અને ખુશીથી જીવન વિતાવે

DHARMIK

કોઈ પણ વ્યક્તિની પ્રકૃતિ તેની જન્મ તારીખ, દિવસ અને રાશિ અનુસાર પ્રભાવિત થાય છે. તેની પસંદ અને નાપસંદ પણ ઘણી હદ સુધી જાણી શકાય છે. આજે આપણે શુક્રવારે જન્મેલા જાતકની લાક્ષણિક્તા અંગે જણાવીશુ. આ દિવસે જન્મેલ જાતક ખુબજ સમજદાર હોય છે. તેમના દરેક નિર્ણયો સમજદારી પૂર્વકના હોય છે.

આ વારે જન્મેલ જાતક પર માતા સરસ્વતીના ચાર હાથ હોય છે. તેઓ અભ્યાસમાં ખુબજ હોશિયાર હોય છે. મહેનતુ પણ એટલા જ હોય છે. પોતાના બુદ્ધિ કૌશલ્યથી ભલભલાને માત આપે.

સુંદર
શુક્રવારે જન્મેલ જાતક દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. તેના પ્રેમાળ સ્મિતવાળા ચહેરા સાથે, તે કોઈને પણ એક ક્ષણમાં પાગલ બનાવી દે છે.સુંદરતામાં તે સૌ કોઇને નજરમાં આવે.

નસીબદાર
શુક્રવારે જન્મેલ જાતક ખૂબ નસીબદાર હોય છે. એવું પણ કહી શકાય કે તેમના પર ભગવાનની કૃપા હોય છે. જ્યાં જાય ત્યાં ખુશીઓ ફેલાવે છે. તેમને કિસ્મત હંમેશા સાથ આપે છે. તેના કામને હંમેશા સફળતા પ્રાપ્ત થાય છે.

કોમળ હૃદય
શુક્રવારે જન્મેલ સ્વભાવથી ખૂબ નાજુક હોય છે. તેને નાની નાની વસ્તુઓથી લાગી આવે છે. પરિવાર સાથે દિલથી જોડાયેલ હોય છે. તે તેના પરિવારને ખૂબ સારી રીતે સંભાળે છે.

કળા પ્રેમી
તે સર્જનાત્મકતામાં નિષ્ણાત હોય છે. આવી સ્થિતિમાં, નવી વસ્તુઓ કરવામાં તેમને ખૂબ જ રસ હોય છે. પેઇન્ટીંગ, મ્યુઝિક જેવા શોખ ધરાવે છે. કુદરતના સાંનિધ્યમાં રહેવુ તેમને પસંદ હોય છે. આ દિવસે જન્મલ જાતક મૃદુ ભાષા ધરાવે છે જ્યાં પણ જાય વાતાવરણને મહેંકાવી દે છે.

Leave a Reply

Your email address will not be published.