શુક્રવારે આ રીતે કરો પૂજા, માતા લક્ષ્મીજી આપશે અપાર સુખ સમૃદ્ધિ

nation

શાસ્ત્રોમાં માતા લક્ષ્મીની પૂજાનું સૌથી વધારે મહત્વ દર્શાવાયું છે. કારણ કે તેમની પૂજા ધન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ કરે છે. તેમની પૂજા શ્રદ્ધાથી કરનારના જીવનમાં આર્થિક સમસ્યાઓ આવતી નથી. ઘરમાં પણ સુખ-શાંતિ રહે છે. માતા લક્ષ્મીની પૂજા સરળ પણ હોય છે. ઘરના મંદિરમાં લક્ષ્મીજીની મૂર્તિ કે છબિ રાખવી, પૂજામાં કંકુ, ચોખા, ફુલ ચડાવવા અને ઘીનો દીવો અને અગરબત્તી કરવી.

ઘરના મંદિર અને ઈશાન ખૂણાને ચોખ્ખો રાખવો. ત્રાંબાના કળશમાં ગંગાજળ ભરી અને તેને ઉત્તર દિશામાં અને તિજોરી પર છાંટો. આ રીતે રોજ પૂજા કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધનની ખામી રહેશે નહીં. આ ઉપરાંત કેટલીક એવી વસ્તુઓ પણ છે જેને ભેટ તરીકે ચડાવવાથી પણ લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.

માતા લક્ષ્મીને ભેટ કરો આ વસ્તુઓ

1. માતા લક્ષ્મીને નિયમિત રીતે એવો પ્રસાદ ધરાવવો જે સફેદ સામગ્રીમાંથી બનતો હોય. જો રોજ શક્ય ન હોય તો શુક્રવારે ખીર બનાવીને અચૂક ધરાવવી.
2. વિષ્ણુ-લક્ષ્મી સજોડે બિરાજમાન હોય ત્યાં દર શુક્રવારે લાલ રંગના ફુલ અથવા કમળની માળા અર્પણ કરવી.
3. લક્ષ્મી મંદિરમાં ઝાડૂનું દાન કરવું.
4. લક્ષ્મી મંદિરમાં ગુલાબની સુગંધવાળી અગરબત્તીનું દાન કરવું.
5. ઘરની સુખ-શાંતિ માટે વર્ષમાં બે વખત ઘરમાં હવન અવશ્ય કરાવવો.
6. ઘરમાં રોજ માતા લક્ષ્મીની પૂજા કરવી. સંધ્યા સમયે ઘરમાં કપૂર પ્રગટાવવું.
7. લક્ષ્મીજીને પ્રસાદમાં ગોળ ચણાં પણ ધરાવવા.
8.કુમારીકાઓને સોળ શણગારનું દાન કરવુ.
9.તુલસી ક્યારે સંધ્યા ટાણે દીવો પ્રજ્વલિત કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *