સિદ્ધાર્થ શુક્લાના મોતને લઈને નવો વળાંક, શહેનાઝ ગિલે કહ્યું – તેણે મારા હાથમાં છેલ્લો શ્વાસ લીધો

BOLLYWOOD

લોકપ્રિય ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના અચાનક નિધનથી લોકો ચોંકી ગયા છે અને દુઃખમાં ગરકવા થઈ ગયા છે. સિદ્ધાર્થના ગયા બાદ તેના ચાહકોએ શહેનાઝ ગિલની ચિંતા કરવાનું શરૂ કરી દીધું છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે અભિનેત્રી કઈ સ્થિતિમાં છે. થોડા સમય પહેલા તેના પિતાનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેણે જણાવ્યું હતું કે શહનાઝની તબિયત સારી નથી. શહેનાઝે તેના પિતાને કહ્યું કે ‘ મારા હાથમાં જ તેણે આ દુનિયાને છોડી દીધી છે,પપ્પા હવે હું કેવી રીતે જીવી શકીશ’

એક ખાનગી ચેનલના રિપોર્ટ મુજબ સિદ્ધાર્થ શુક્લાએ શહેનાઝ ગિલના હાથમાં અંતિમ શ્વાસ લીધા. શહેનાઝ આનાથી ખૂબ જ આઘાતમાં છે અને તે આ દુઃખને સહન કરી શકતી નથી. તેના પિતા સંતોખ સિંહ સુખેએ નિવેદન આપતા જણાવ્યુ હતું કે કે ‘શહેનાઝની હાલત ખરાબ છે. તેણે મને કહ્યું પપ્પા, તેણે મારા હાથમાં દમ તોડ્યો છે. મારા હાથમાં તેણે આ દુનિયાને છોડી છે. હવે હું શું કરીશ અને કેવી રીતે જીવી શકીશ ?

શહેનાઝ ગિલના પિતાએ સમગ્ર ઘટના વિશે જણાવ્યું અને કહ્યું કે જ્યારે શહનાઝ તેને લેવા માટે તેના રૂમમાં ગયા ત્યારે સિદ્ધાર્થે કોઈ જવાબ આપ્યો ન હતો. તેણે તેને ખોળામાં સુવડાવ્યો તો પણ સિદ્ધાર્થ તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. પછી તેણે સિદ્ધાર્થના આખા પરિવારને બોલાવ્યો જે નજીકમાં રહે છે. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. શહેનાઝ કહ્યું કે હવે તેના વગર હું કેવી રીતે રહીશ ?

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સિદ્ધાર્થ અને શહેનાઝ ‘બિગ બોસ ઓટીટી’માં સાથે જોવા મળ્યા હતા. તેણે ‘બિગ બોસ ઓટીટી’ હોસ્ટ કરી રહેલા કરણ જોહર સાથે સ્ટેજ શેર કર્યું. બંને કલાકારો બિગ બોસના ઘરમાં સિઝન 13 દરમિયાન હતા જ્યાં તેમના સંબંધો ખીલ્યા હતા. તેમ છતાં તેઓએ ક્યારેય તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા ન હતા, સિદ્ધાર્થ અને શહેનાઝની મજબૂત મિત્રતા તેમના ચાહકો માટે પૂરતી સાબિતી હતી, જેઓ તેમને પ્રેમથી ‘સિડનાઝ’ કહેતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *