શુકન અને અપશુકનની આ ઘટનાઓની ન કરવી અવગણના, નહીં તો થશે પસ્તાવો

DHARMIK

ઘરમાંથી જ્યારે કોઈ અગત્યના કામ માટે જવાનું હોય ત્યારે ઘરના વડિલો શુકન અપશુકનને ધ્યાનમાં રાખવાનું જરૂરથી કહેતા હોય છે. ઘરમાંથી બહાર નીકળતી વખતે પાછળથી કોઈ ટોકે, છીંક આવવી, બિલાડીનું દેખાવું કે પછી દૂધ ઢોળાવું. આવી ઘટનાઓને સામાન્ય રીતે અપશુકન તરીકે જોવામાં આવે છે. કેટલીક એવી ઘટનાઓ પણ હોય છે જે શુભ સંકેત ગણાય છે. જેમકે ઘરમાંથી બહાર નીકળતી વખતે ગાય સામે આવે, કુંવારીકા કન્યા સામે આવે વગેરે. આ સિવાય પણ કઈ કઈ ઘટનાઓ છે જે શુકન અપશુકન દર્શાવે છે તે જાણી લો આજે તમે પણ.

1- જરૂરી કામ પર જતી સમયે જો કોઇ વ્યક્તિ તમને પાછળથી ટોકી દે તો જે કામ માટે તમે જઇ રહ્યા છો,તેમાં સામાન્ય રૂપે તમને અસફળતા હાથ લાગી શકે છે.

2- જરૂરી કામ પર જતી સમયે જો કોઇ પારિવારિક સભ્ય તમને ચા માટે પૂછે તો તે કાર્યમાં પણ તમને અસફળતા મળી શકે છે.

3- કોઇપણ પારિવારિક સભ્ય જો મહત્વપૂર્ણ કાર્ય હેતુ ઘરથી બહાર નીકળી રહ્યો હોય અને તેના નીકળી ગયા પછી તરત જ જો ઘરમાં કચરો વાળવામાં આવે તો વ્યક્તિની સફળતા પર શંકા આવી શકે છે.

4- મહત્વપૂર્ણ કામ પર જતી સમયે જો ઘરની બહાર કોઇ કૂતરૂ શરીર ખંજવાળતું જોવા મળે તો કાર્યમાં બાધા આવી શકે છે.

5- મહત્વપૂર્ણ કામ પર જતી સમયે જો ઘરથી બહાર કૂતરૂ બેઠું હોય અને તે તમને જોઇને ચોંકી જાય તો નક્કી કોઇ અશુભ ઘટી શકે છે.

6- મહત્વપૂર્ણ કામ પર જતી સમયે જો ઘરની બહાર કીચડમાં ચીતરાયેલું અને કાન ફફટાવતું કૂતરૂ જોવા મળે તો સમજવું કે કોઇ મોટો સંકટ ઉત્પન્ન થઇ શકે છે.

7- જો કોઇ પાળેલું કૂતરૂ તમારી ગાડીની અંદર સતત ભોક્યાં કરે તો આ કોઇ અનહોની ઘટના અથવા એક્સીડેન્ટનો સંકેત હોઇ શકે છે.

8- જો પાળેલું કૂતરૂ પોતાના માલિકને યાત્રા જતી સમયે ચાટે કે લાડ કરે તો યાત્રા અશુભ થઇ શકે છે.

9- મહત્વપૂર્ણ કામ પર જતી સમયે બિલાડીનું રડવું અને લડવું અપશુકન માનવામાં આવે છે. બનતાં કાર્ય પણ બગડી શકે છે.

10- જો કોઇ કાળી બિલાડી રસ્તો કાપે તો અપશુકન માનાવામાં આવે છે. વ્યક્તિના કામમાં બાધા આવી શકે છે.

11- યાત્રા પર જતી સમયે બિલાડી એકબીજા સાથે ઝગડો કરતી જોવા મળે તથા ઘુર-ઘુર કરતો શબ્દ સાંભળવા મળે તો આ સંકેત કોઇ અપશુકનનો સંકેત જ છે.

12- યાત્રા દરમિયાન જો એકલો હાથી ડાબા પગથી ધરતી ખોદતો જોવા મળે તો યાત્રા પ્રાણ ઘાતક બની શકે છે.

13- બહાર જતી સમયે બિલાડી મુખમાં કોઇ ખાવાની વસ્તુ દબાવતી જોવા મળે તો આ પણ અપશુકનનો સંકેત જ માનવામાં આવે છે.

14- ઘરે જતી સમયે બિલાડી ડાબી બાજુ જોવે તો શુભ અને જમણી બાજુ જોવે તો અશુભ ઘટના બને છે.

15- સાંજે યાત્રા સમયે વાનર જોવા મળે તો યાત્રા સુખદ રહે છે.

16- કોઇ જગ્યાએ જતી સમયે ભેંસ જમણી બાજુ બેસેલી જોવા મળે તો આ સંકેત અશુભતાનું પ્રતીક માનવામાં આવે છે.

17- કામ પર જતી સમયે નોળિયો જોવા મળે તો આ સંકેત અતિશુભ માનવામાં આવે છે.

18- મહત્વપૂર્ણ કાર્ય પર જતી સમયે જો ગાય વાછરડાને દૂધ પીવડાવતી જોવા મળે તો આ સંકેત અતિશુભ સંકેત માનવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *