શું તમારી પાસે પૈસા ટકતા નથી ? તો જાણો કેમ લક્ષ્મીમાતા થાય છે નારાજ, દેવીને ખુશ કરવા કંઈ વાતનું રાખશો ધ્યાન

GUJARAT

તમે ક્યારેય વિચાર્યું છે કે તમામ પ્રકારના પ્રયાસો અને મહેનત કરવા છતા પૈસા કેમ નથી ટકતા ? દરરોજ નવી નવી સમસ્યાઓ સામે આવીને ઉભી રહી જતી હોય છે. જેના પગલે બીજા પાસેથી ઉધાર લેવાની પણ જરૂર પડી જતી હોય છે. એટલે ધન સંગ્રહ કરવાના તમામ પ્રયાસો વ્યર્થ થઈ જાય છે. તમે જાણો છો આવું કેમ થાય છે ? શા માટે ધનના દેવી લક્ષ્મી દેવી નારાજ થાય છે. આ દરેક સવાલોના જવાબ આ વાર્તામાં છે. તો આવો જાણીએ..

રાત્રીના સમયે આ વાતોનું ધ્યાન રાખો

જ્યોતિષશાસ્ત્રના અનુસાર રાતના સમયે જમવામાં ક્યારેય દહીંનો ઉપયોગ ન કરવો જોઈએ. આમ કરવાથી ધનમાં નુકસાન થાય છે. એનું પરિણામ એ હોય છે કે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. આ સિવાય ભાત અને સતુ પણ ન જમવું જોઈએ. કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે તેનાથી માં લક્ષ્મીનું અપમાન થાય છે. તેનુ પરિણામ એ આવે છે કે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. એટલા માટે રાત્રીના સમયે આ વસ્તુનું ભોજન ન કરવું જોઈએ.

જમતી વખતે દિશાઓનું પણ રાખવું જોઈએ ધ્યાન

જ્યોતિષશાસ્રના અનુસાર ભોજન કરતી વખતે ચહેરાની દિશાનું પણ ઘ્યાન રાખવું અનિવાર્ય છે. કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ ભોજન ગ્રહણ કરવા બેસો ત્યારે ચહેરો પૂર્વ અથવા તો ઉત્તરની તરફ રાખવો જોઈએ. જો એમ ન કરવામાં આવે તો નુકસાન થાય છે. આ સિવાય ક્યારેય પણ બુટ કે ચપ્પલ પહેરીને ભોજન ન કરવું જોઈએ. એવું કરવાથી માં લક્ષ્મી નારાજ થાય છે જેના પગલે વ્યક્તિને આર્થિક મુશ્કેલી પડે છે.

આ આદતોને પગલે થાય છે ભારે નુકસાન

જ્યોતિષશાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિને નખ ચાવવાની અથવા તો દાંતથી નખ કાપવાની આદત હોય તો તરત જ આવી આદતને બંધ કરી દેવી જોઈએ. આ આદતના પગલે ધનમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. આ સિવાય રાતે સુતા પહેલા હંમેશા પગ ધોવાની આદત પાડવી જોઈએ. પરંતું એ પણ ધ્યાનમાં રાખવું કે ભીના પગે ન સુવું જોઈએ. એવું કરવાથી પણ માં લક્ષ્મી નારાજ થાય છે.

પૂજા ઘરમાં રાખો આ વાતોનું ધ્યાન

જ્યોતિષશાસ્ર મુજબ પૂજા ઘરમાં દેવી દેવતાઓને ચઢાવવામાં આવેલ ફુલોને ક્યારેય એકત્ર ન રાખો. કેટલાક લોકો પૂજાના ફુલોને એકઠા કરીને વિસર્જન કરવા માટે સાચવી રાખે છે. કહેવામાં આવ્યું છે કે સુકાઈ ગયેલા ફુલોને રાખવાથી માં લક્ષ્મી નારાજ થાય છે અને તે વ્યક્તિ કે ઘર નજીક રહેતી નથી. એટલા માટે પૂજાના ફુલોનું નિયમિત વિસર્જન કરી દેવું જોઈએ.

પવિત્ર નદિઓના જળનો સંગ્રહ કઈ દિશામાં કરવો જોઈએ ?

જ્યોતિષશાસ્ત્ર મુજબ જે ઘરમાં પવિત્ર નદિઓના જળનો સંગ્રહ કરવામાં આવે તે ઘરમાં માં લક્ષ્મીની કૃપા સતત વરસતી રહે છે. પરંતું એક વાતનું ધ્યાન રાખવું પડશે. તે છે જળના પાત્રની દિશા. એટલે કે જળના પાત્રને યોગ્ય દિશામાં રાખવામાં ન આવે તો ખરાબ પ્રભાવ પડે છે. આ સિવાય એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જળપાત્રને હંમેશા ઈશાન ખુણામાં રાખવું જોઈએ. આમ કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થશે અને આવનારી આર્થિક સંકટને દૂર કરશે.

Leave a Reply

Your email address will not be published.