શું તમને ખબર છે કે સવારે ઊંઘમાંથી ઉઠીએ ત્યારે કેમ આવે છે મોંમાંથી દુર્ગંધ? જાણો

Uncategorized

સૂઇને સવારે ઊઠીએ છીએ ત્યારે સૌ કોઈના મોઢામાંથી (Bad breath)કોઈને કોઈ પ્રકારની વિચિત્ર ગંધ આવે છે. રાત્રે સૂતી વખતે તો આવું ન હતું તો પછી સવારે ઊઠીને કેમ? વાત એમ છે કે આપણા મોઢામાં હંમેશાં કોઈ બેક્ટેરિયા રહે છે. રાત્રે જ્યારે આપણી લાળવાળી ગ્રંથિઓ ઓછી માત્રામાં લાળ કાઢે છે તેને કારણે મોઢું થોડું સુકાઇ જાય છે. આ સંજોગોમાં મોઢાના કેટલાક બેક્ટેરિયા ખૂબ વધી જાય છે. આ ખાસ બેક્ટેરિયા સલ્ફર ધરાવતાં પદાર્થોનું ઉત્સર્જન કરે છે અને તેને કારણે મોઢામાં દુર્ગંધ આવે છે.

વાસ્તવમાં બેક્ટેરિયાને (Bactaria) એમિનો એસિડ અને પ્રોટીનના પાચનમાંથી ઊર્જા મળે છે. કેટલાક એમિનો એસિડમાં સલ્ફર જોવા મળે છે, જે બેક્ટેરિયા દ્વારા ઉપયોગ કરાય બાદ મુક્ત થઇ જાય છે. બેક્ટેરિયાની આ પાચન પ્રક્રિયામાં સલ્ફર ઉપરાંત કેટલાક દુર્ગંધપૂર્ણ ગેસ પણ નીકળે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે શ્વાસની દુર્ગંધમાં ઘણી ચીજોનું મિશ્રણ હોય છે. તેમાં કેડાવરીન(લાશની ગંધ), હાઇડ્રોજન સલ્ફાઇડ(સડેલા ઇંડાંની ગંધ) આઈસોવૈલેરિક એસિડ(પરસેવાવાળા પગની ગંધ), મિથાઇલમેર્કાપ્ટેન(મળની ગંધ), પટ્રીશાઇન(ગળેલા માંસની ગંધ) અને ટ્રાઇમિથાઇલએમિન(સડેલી માછલી જેવી ગંધ)નો સમાવેશ થાય છે.

રાત્રે સૂતા પહેલાં બ્રશ કરવાથી અને જીભને સાફ કરવાથી બીજા દિવસે સવારે શ્વાસની દુર્ગંધમાં ઘટાડો કરી શકાય છે. પરંતુ મોઢાના બેક્ટેરિયા રાત્રે જ્યારે બંધ મોઢામાં ભેજ મેળવે છે ત્યારે ઝડપથી પોતાની સંખ્યા વધારે છે અને ૬૦૦થી પણ વધારે કમ્પાઉન્ડ બનાવે છે. ઘણા લોકો માઉથવોશનો પણ ઉપયોગ કરે છે પરંતુ તે પણ થોડા સમય બાદ બેઅસર થઇ જાય છે. મોઢામાં આવી ગંધ આવવી સામાન્ય છે અને તેને કારણે વધારે પરેશાન થવાની જરૂર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *