શું તમને પણ વારંવાર મોંમાં પડી જાય છે ચાંદા તો અજમાવો આ નુસખા

nation

કેટલીક વખત લાઇફસ્ટાઇલ, ખાણીપીણી તેમજ શિડ્યુલ બદલાવવાના કારણે ઘણા લોકોને મોંમાં ચાંદા પડી જાય છે. જો સમય રહેતા તેનો ઇલાજ ન કરવામાં આવે તો આ સમસ્યા વધી પણ શકે છે. ચાંદાની સમસ્યા વધવાથી તમને ખાવાનું ખાવામાં, પાણી પીવામાં પણ સમસ્યા થઇ શકે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે લોકો અનેક પ્રકારની દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ કેટલીક વખત તેનાથી કોઇ ફરક પડતો નથી.. એવામાં તમે કેટલાક ઘરેલું નુસખાનો ઉપયોગ કરી મોંમાં પડેલા ચાંદાથી રાહત મેળવી શકો છો. આજે અમે તમને મોંમા અને જીભના ચાંદામાં રાહત અપાવવા માટે કેટલાક અસરકારક નુસખા જણાવીશું.

દેશી ઘી

મોંમાં અને જીભ પરના ચાંદાથી છૂટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા દેશી ઘીને ચાંદા પર લગાવી રાખો. ઘી લગાવવાથી સવાર સુધીમાં ચાંદા ગાયબ થઇ જશે.

એલોવેરા

એલોવેરા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે. એલોવેરા લગાવવાથી જખમ જલદી સારા થઇ જાય છે. થોડાક દિવસમાં ચાંદાથી પણ છૂટકારો મળી શકે છે.

હળદર

હળદર પણ ચાંદામાં રાહત અપાવવા માટે ખૂબ મદદરૂપ છે. રોજ સવાર-સાંજ હળદર વાળા પાણીથી કોગળા કરાવતી ચાંદાથી અને તેનાથી થતા દુખાવાથી રાહત મેળવી શકાય છે.

બરફ

ચાંદા પર ઠંડી વસ્તુ લગાવવાતી જલદી જ રાહત મળી શકે છે. બરફને ચાંદા પર રગડો. દિવસમાં 4-5 વખત આમ કરવાથી જલદી રાહત મળી શકે છે.

દૂધ

દૂધમાં કેલ્શ્યિમ રહેલું છે. જે ચાંદાને સારા કરવામાં મદદ કરે છે. ઠંડા દૂધમાં રૂને પલાળીને ચાંદા પર લગાવો. આમ કરવાથી એક જ દિવસમાં તમને રાહત મળી શકે છે.

મધ

થોડાક દિવસ સુધી મધ લગાવવાથી મોંના અને જીભના ચાંદા દૂર કરી શકાય છે. દિવસમાં 3-4 વખત ચાંદા પર મધ લગાવો. જેનાથી તમને ખૂબ રાહત મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published.