શું તમે પણ છો PF ખાતાધારક? તો તાત્કાલિક કરો ઈ-નોમિનેશન ફાઈલ, પરિવારને મળશે 7 લાખ રૂપિયાનો લાભ

GUJARAT

EPF Account E-Nomination: જો તમે પણ EPFOના ખાતાધારક છો તો આ અહેવાલ તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનને કર્મચારીઓ માટે ઈ-નોમિનેશનની સર્વિસ શરૂ કરી છે. આ તે સંગઠનો માટે ખુબ જ જરૂરી છે, જે તેની સાથે જોડાયેલા છે. EPFOએ આ મામલે પોતાની સત્તાવાર વેબસાઈટ epfindia.gov.in પર આ જાણકારી આપી છે. આ લાભ વિશે જાણ્યા પહેલા EPFOમાં ઈ-નોમિનેશન કેવી રીતે કરી શકો છે, અને તેમાંથી આ લાભ કેવી રીતે મળે છે.

કેમ જરૂરી છે EPFO ઈ-નોમિનેશન:-

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને એક નોટિસ જાહેર કરી છે અને તેમાં જણાવ્યું છે કે દેશમાં જેટલા પણ પીએફ ખાતાધારક છે, તેમણે ઈ-નોમિનેશન ફાઈલ કરવું પડશે. ઈ-નોમિનેશન મારફતે ક્યારેય પણ વિપરીત પરિસ્થિતિ આવે તો EPFO ખાતાધારકના પરિવારને મોટો લાભ મળશે. EPFO ખાતાધારકનો આ લાભ સામાજિક સુરક્ષા માટે હશે. સાથે એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો EPFO ખાતાધારક ઈ-નોમિનેશન કરશે તો તેમના પરિવારને 7 લાખ રૂપિયાનો લાભ મળી શકે છે.

જો ખાતાધારકનું મૃત્યું થઈ જાય છે તો સરળતાથી પીએફ, પેન્શન અને વીમાનો લાભ પ્રાપ્ત થઈ જાય છે. તેના માટે ખાતાધારકે જેણે પણ નોમિની બનાવ્યા છે, તેમને ઓનલાઈન ક્લેમ ફાઈલ કરવાની સુવિધા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સર્વિસનો લાભ લેવા માટે ખાતાધારકને ક્યાંય પણ જવાનું જરૂર નથી. આ કામ ઓનલાઈન કરી શકાય છે.

– તેના માટે સભ્યએ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જવાનું રહેશે.

– ત્યારબાદ પોતાના એકાઉન્ટમાં લોગઈન કરવાનું રહેશે. જો તમે નોમિનેશન કર્યું નથી, તો તમને એક એલર્ટ મળશે.

– ત્યારબાદ તમારે Manage પર ક્લિક કરવાનું રહેશે, અને તેમાં e-Nomination વિકલ્પને સિલેક્ટ કરવાનો રહેશે.

– તમને એક નવા વેબપેજ પર રિડાયરેક્ટ વિન્ડો પર લઈ જવામાં આવશે. અહીં તમને તમારા પરિવાર વિશે અમુક સવાલ પુછવામાં આવશે.

– અહીં તમને એવું પણ પુછવામાં આવશે કે તમારો પરિવાર છે કે નહીં, આ Family Declaration હેઠળ સવાલ પુછવામાં આવશે, તેનો જવાબ હા અથવા ના માં આપવાનો રહેશે.

– જો તમે Yesની પસંદગી કરો છો તો તમારે પરિવારમાં જેને પણ નોમિની બનાવવા માંગો છે, તેની જાણકારી આપવાની રહેશે.

– આધાર, નામ, જન્મ તારીખ, જેન્ડર, નોમિનીની સાથેનો સંબંધ, સરનામું, બેંક એકાઉન્ટ જેવી ડીટેલ્સ આપવાની રહેશે.

– ત્યારબાદ તમારે Save Family Detailsના વિકલ્પની પસંદગી કરવાની રહેશે.

– તમામ ડિટેલ્સ આપ્યા બાદ તમારે Save EPF NOmination પર ક્લિક કરવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *