શું તમે પણ ઘરમાં વાવ્યો છે મની પ્લાન્ટ, ખાસ રાખજો આ વાતોનું ધ્યાન નહીંતો પસ્તાશો

DHARMIK

વાસ્તુ શાસ્ત્રમાં ઘરની હકારાત્મક ઊર્જા વધારવા અને નકારાત્મક ઊર્જાને સમાપ્ત કરવાની ટિપ્સ આપવામાં આવી છે. ઘરની દરેક વસ્તુ માટે વાસ્તુશાસ્ત્રમાં શુભ-અશુભ દિશાઓ બતાવવામાં આવી છે. માન્યતા છે કે ઘરમાં મની પ્લાન્ટ યોગ્ય દિશામાં વાવેલો હોય તો વાતાવરણ હકારાત્મક બની રહે છે અને ધનને લગતા કામોમાં આવતી અડચણો દૂર ઈ શકે છે. મની પ્લાન્ટ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતોનું રાખજો ધ્યાન નહીંતો પસ્તાશો.

મની પ્લાન્ટ જેટલો હર્યો-ભર્યો રહેતો હોય, એટલો જ તેને શુભ માનવામાં આવે છે. તેના પાન મુરઝાઈ જવા, પીળા કે સફેદ પ઼ડી જવા અશુભ માનવામાં આવે છે. એટલા માટે તેના ખરાબ પાન તરત જ હટાવી દેવા જોઈએ. મની પ્લાન્ટની વેલની સારી દેખભાળ કરવી જોઈએ. મની પ્લાન્ટ ઘરમાં પણ રાખી શકાય છે. મની પ્લાન્ટને પાણીમાં રાખવો તે વધુ સારું માનવામાં આવે છે. તેનું પાણી સમયે-સમયે બદલતા રહેવું જોઈએ. અઠવાડિયામાં એકવાર તેનું પાણી જરૂર બદલવું જોઈએ.

મની પ્લાન્ટના છોડને ઘરમાં વાવવા માટે અગ્નિ ખૂણો અર્થાત્ દક્ષિણ-પૂર્વ ખૂણો સૌથી સારો માનવામાં આવે છે. આ દિશામાં આ છોડ વાવવાથી હકારાત્મક ઊર્જા વધે છે. દક્ષિણ-પૂર્વ દિશાનો કારકગ્રહ શુક્ર ગણાય છે. શુક્ર ગ્રહ વેલ અને લતાવાળા છોડવાઓનો પણ કારક માનવામાં આવે છે. શુક્રની દિશામાં આ વેલને વાવવી જોઈએ.

હિન્દુ ધર્મ પ્રમાણે પૂર્વ-દક્ષિણ દિશા ભગવાન ગણપતિની દિશા માનવામાં આવે છે, મની પ્લાન્ટનો છોડ પૈસા, સારા ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. ઘરના આ ખૂણામાં તેને રાખવાથી વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે.

મની પ્લાન્ટને ઈશાન ખૂણામાં કે ઉત્તર-પૂર્વ દિશામાં ન વાવવો જોઈએ. ઈશાન ખૂણાનો કારકગ્રહ બૃહસ્પતિ ગ્રહ છે. શુક્ર અને બૃહસ્પતિ બંને એક-બીજાના શત્રુ ગ્રહ છે. તેને લીધે ઈશાન ખૂણામાં શુક્ર ગ્રહનો છોડ ન વાવવો જોઈએ.

મની પ્લાન્ટના છોડને બુધવારના દિવસે રેવતી નક્ષત્રના દિવસે ઘરમાં લાવો, એવું એટલા માટે કે આ દિવસ પણ વ્યક્તિને શુભ ફળ આપનાર ગણપતિનો દિવસ માનવામાં આવે છે. રવિવારના દિવસે આ છોડમાં પાણી ન આપવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *