શું તમે ઓળખો છો બાપૂના પરિવારને! વિદેશમાં અભ્યાસ કરવાથી લઈને આ પદે મેળવી ચૂક્યા છે નામના

nation

દેશ આજે મહાત્મા ગાંધીની 152મી જયંતિ મનાવી રહ્યો છે. આ સમયે બાપૂના પરિવારને પણ જાણવું જરૂરી છે. મહાત્મા ગાંધીના 4 બાળકો હતો. હરિલાલ ગાંધી, રામદાસ ગાંધી, દેવદાસ ગાંધી અને મનીલાલ ગાંધી.

હરિલાલ ગાંધી સૌથી મોટા હતા અને 1888એ દિલ્હીમાં જન્મેલા હરિલાલનો દેહાંત 18 જૂન 1948માં થયો. હરિલાલે ગુલાબ ગાંધી સાથે લગ્ન કરેલા અને 5 બાળકો હતા. 2 દીકરીઓ અને 3 દીકરા. 2 દીકરા નાની ઉંમરમાં નિધન પામ્યા. હરિલાલના 4 પૌત્રો અને પૌત્રીઓ હતી. તેમના દીકરા શાંતિ ગાંધીએ અમેરિકામાં કાર્ડિયોવાસ્ક્યુલર સર્જનના રૂપમાં રિટાયરમેન્ટ લીધું. આ પછી કંસાસ રિપબ્લિકન પાર્ટીના મેમ્બર પણ રહ્યા.

બીજા દીકરા મનીલાલ ગાંધી હતા જે 28 ઓક્ટોબર 1892માં રાજકોટમાં જન્મ્યા અને સુશીલા સાથે લગ્ન બાદ 3 બાળકો છે. તેમની દીકરી ઈલા શાંતિ એક્ટિવિસ્ટ છે. તેઓ 1994-2004 સુધી એમપીના સાંસદ રહી ચૂક્યા છે. સામાજિક કાર્યકર તરીકે વેરલુમ ચાઈલ્ડ એન્ડ ફેમિલી વેલફેર સોસાયટી માટે 15 વર્ષ સુધી કામ કર્યું છે.

ત્રીજા દીકરા રામદાસ ગાંધીનો જન્મ 1897માં સાઉથ આફ્રિકામાં થયો. તેમાના 3 બાળકો હતો. 14 એપ્રિલ 1969માં રામદાસનું નિધન થયું હતું. તેમની દીકરી લીલા ગાંધી દિલ્હી યુનિવર્સિટી, શિકાગો યુનિવર્સિટી અને લા ટ્રોબ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીચૂકી છે.

સૌથી નાના દીકરા દેવદાસ ગાંધી 1937માં જન્મેલા. 22 મે 1900માં સાઉથ આફ્રિકામાં જન્મેલા દેવદાસ જર્નલિસ્ટ રહ્યા. હિન્દુસ્તાન ટાઈમ્સમાં એડીટરરહેલા. તેમના 4 બાળકો હતા. તેઓ ભારતી ફિલોસોફર રહ્યા. તેઓએ ઓક્સફર્ડથી ડિગ્રી મેળવી. વિશ્વ ભારતી યુનિવર્સિટી, પંજાબ યુનિવર્સિટી અને સૈન ફ્રાન્સિસ્કો અને બેંગલુરુ યુનિવર્સિટીમાં ભણાવ્યું. 13 જૂન 2007માં દેહાંત થયો.

દેવદાસ ગાંધીના પુત્ર ગોપાલકૃષ્ણ ગાંધી જેઓ 1946માં જન્મ્યા અને રિટાયર્ડ આઈએએસ ઓફિસર છે. આ સિવાય 2004-2009 સુધી પશ્ચિમ બંગાળના ગર્વનર પણ રહી ચૂક્યા છે. તેની સાથે તે સાઉથ આફ્રિકા અને શ્રીલંકાના હાઈ કમિશ્નર રહી ચૂક્યા છે. તેઓએ દિલ્હી યૂનિવર્સિટીના સેન્ટ સ્ટીફન્સ કોલેજથી ઈગ્લિશ લિટરેચરમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે.

મનીલાલ ગાંધીના પૌત્ર તુષાર અરુણ ગાંધી. તેઓ ચાલુ ટ્રેને જન્મ્યા. ગુજરાતી મિડિયમ સ્કૂલ આદર્શ વિદ્યા મંદિરમાંથી અભ્યાસ કર્યો અને સાથે મુંબઈની મીઠીબાઈ કોલેજથી પેન્ટિંગની ડિગ્રી મેળવી. અરુણ મનીલાલ ગાંધી ભારતીય અમેરિકી સામાજિક અને રાજકીય કાર્યકર્તા છે. તે દાદાના આશ્રમમાં રહ્યા અને મિસ્સિસિપી યુનિવર્સિટીમાં સ્ટડી કરવા માટે પત્ની સાથે અમેરિકા ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *