શું લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા છે આલિયા-રણબીર, અભિનેતાની બર્થ ડે પહેલા જ પહોંચ્યા જોધપુર

GUJARAT

અભિનેતાના રણબીર કપૂર જન્મદિવસ પહેલા રણબીર અને આલિયા ભટ્ટ જોધપુર પહોંચી ગયા છે. જોધપુર એરપોર્ટ પરથી બંને સેલેબ્સની તસવીર સામે આવી છે જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. બંનેની આ સરપ્રાઈઝ ટ્રીપ સિવાય બીજી ખાસ ચર્ચા પણ થઈ રહી છે. ચર્ચા છે કે આલિયા અને રણબીર જોધપુરમાં તેમનું વેડિંગ વેન્યુ જોઇ રહ્યા છે.

આ દરમિયાન આલિયા ટાઈ-ડાઈ ગ્રીન ડેનિમ જેકેટ અને જીન્સ પહેરેલી જોવા મળી હતી. રણબીરે બર્ગન્ડી કલરનો કેઝ્યુઅલ આઉટફિટ પહેર્યો હતો. એરપોર્ટથી બહાર નીકળતા આ બન્નેના ફોટા ઇન્ટરનેટ પર વાયરલ રહ્યા છે. તમને જણાવી દઈએ કે રણબીર કપૂર 28 સપ્ટેમ્બરે પોતાનો 39 મો જન્મદિવસ ઉજવશે. જ્યારે જન્મદિવસ પહેલા જ, બંનેની જોધપુર ટ્રિપ ખાસ ઉજવણીનો સંકેત આપી રહી છે. તેમજ લગ્ન માટેના સ્થળની ચર્ચા પણ છે, જેના પર હજી સુધી કોઈ નિવેદન આવ્યું નથી.

ગયા વર્ષે રણબીરે તેનો જન્મદિવસ પરિવાર સાથે ઉજવ્યો હતો. આલિયાએ રણબીરના જન્મદિવસનો ફોટો શેર કર્યો હતો જેમાં અભિનેતા તેની માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂરની સાથે લંચ લેતો જોવા મળ્યો હતો. આલિયા સાથે, તે બન્ને જન્મદિવસની કેક સામે પોઝ આપતો જોવા મળ્યો હતો.

બંનેના લગ્ન વિશે વાત કરતા રણબીર કપૂરે ગયા વર્ષે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘જો રોગચાળો ન હોત, તો લગ્નનો પ્લાન ક્યારનો સીલ થઇ ગયો હોત અને હવે તેની પર બોલીને તેને નજર લગાવવા ઇચ્છતો નથી. હું મારી લાઇફના આ કામને જલદી જ પૂરો કરવા ઇચ્છું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *