શું ખરેખર તારક મહેતાએ છોડ્યો શો! પ્રોડ્યુસરે આપ્યો જવાબ

GUJARAT

કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સ લાંબા સમયથી પરેશાન છે કેમકે તેઓ શોમાં લગભગ 1 મહિનાથી કામ કરી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી તારક મહેતાનો રોલ કરનારા શૈલેષ લોઢા જલ્દી શોને અલવિદા કહી શકે છે. આ મુદ્દાને લઈને શોના પ્રોડ્યુસરે મૌન તોડ્યું છે અને જવાબ આપ્યો છે.

શોના પ્રોડ્યુસરે તૌડ્યું મૌન

છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર આવી રહ્યા છે અને તેમાં દાવો કરાઈ રહ્યો છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી દયાબેન બાદ હવે જેઠાલાલના ખાસ દોસ્ત તારક મહેતા એટલે કે શૈલેષ લોઝઢા પણ શોને અલવિદા કહી રહ્યા છે. સાથે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે શૈલેષ લોઢા જલ્દી નવા શોમાં જોવા મળી શકે છે. અને સાથે જ આ કારણે તેઓએ શો છોડવાનું મન બનાવી લીધું છે, આ મુદ્દે અસિત મોદીએ મૌન તોડ્યું છે.

શૈલેષ લોઢાએ પણ કરી હતી પોસ્ટ

 

View this post on Instagram

 

A post shared by Shailesh Lodha (@iamshaileshlodha)

પોસ્ટમાં શૈલેષ લોઢાએ પોતાનો એક ફોટો શેર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું- ‘હબીબ સોજ સાહેબનો એક શેર કમાલ છે “અહીં સૌથી મજબૂત લોખંડ તૂટી જાય છે, જો ઘણા જુઠ્ઠા એકઠા થાય છે, તો સત્ય તૂટી જાય છે.”

અસિત મોદીએ ગણાવી વાતને અફવા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીએ શૈલેષ લોઢાના શો છોડવાને લઈને મૌન તોડ્યું છે. એક સમયે વાત કરતા તેઓ એ તારક મહેતાના શો છોડવાની વાતનું ખંડન કર્યું છે અને તેને ફક્ત અફવા ગણાવી છે. તેઓએ કહ્યું કે આ મુદ્દે હજુ સુધી શૈલેષ લોઢા કે મેં કોઈ ઓફિશિયલ નિવેદન આપ્યું નથી. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતો મુશ્કેલી કરી છે. અસિત મોદીએ કહ્યું કે મને ખ્યાલ નથી કે આ સૂત્રો કોણ છે જે અફવા ફેલાવી રહ્યા છે. તેઓએ કહ્યું કે જો આવું થશે તો તમામને જાણકારી આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.