શું હું અઠવાડિયામાં 3 વખત સમાગમ માણી શકું છું ??

GUJARAT

પ્રશ્નઃ સાહેબ મારી એક તોફાની બહેનપણી પૂછયા કરે છે, દ્રાક્ષનો રસ કાઢયો કે નહીં? પણ એનો અર્થ કહેતી નથી, તો એ શું હોય છે.

જવાબઃ એનો અર્થ થાય છે સમાગમનો પહેલો અનુભવ લીધો કે નહીં. ઘણી યુવતીઓ જનનાંગની ઉપર આવેલી ક્લીટરીને દ્રાક્ષ, ચેરી, વટાણો વગેરે નામે ઓળખે છે. સમાગમમાં એ દબાણ અને ચરમસીમા વખતે પ્રવાહી સ્ત્રાવ થાય એને દ્રાક્ષ અથવા ચેરીનો રસ કાઢવાની ઉપમા અપાય છે.

પ્રશ્નઃ સર, પત્નીને સુખી રાખવા અઠવાડિયામાં ત્રણ વખત સમાગમ કરવો કે વધારે વખત?

જવાબઃ ભાઈ, અઠવાડિયામાં કેટલી વખત સમાગમ કરવો એનો કોઈ નિયમ નથી. પતિ-પત્ની બંનેને જેટલી વખત જરૂર જણાય એટલી વખત પરસ્પર સંમતિથી સમાગમ કરી શકાય. બીજું, પત્નીને સુખી રાખવા માટે માત્ર સમાગમ જ જરૂરી નથી. એને પ્રેમ આપો, એની ઈચ્છાને માન આપો, જાહેરમાં એનું સન્માન જાળવો અને પ્રસંગે પ્રસંગે તમે એની દરકાર કરો છો એ પુરવાર કરતા રહો એ પણ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *