પ્રશ્ન : મારા લગ્નને આઠ વર્ષ થઇ ગયા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી મને મારા પતિના વર્તન પરથી લાગે છે કે તેમનું અફેર ચાલે છે. શું પુરુષનું અફેર ચાલતું હોય તો એના વર્તનમાં પરિવર્તન અનુભવી શકાય છે. એક મહિલા (રાજકોટ)
ઉત્તર : તમારા લગ્નને આઠ વર્ષ થઇ ગયા છે એટલે તમે તમારા પતિને સારી રીતે સમજતા હો એ સ્વાભાવિક છે. તમને લાગતું હોય કે તમારા પતિના સ્વભાવમાં પરિવર્તન આવ્યું છે તો પહેલાં તો તેમની સાથે સ્પષ્ટ શબ્દોમાં આ મુદ્દાની ચર્ચા કરો. કેટલાક લક્ષણો છે જેના પરથી પતિનું બીજે અફેર ચાલે છે કે નહીં એનો ક્યાસ કાઢી શકાય છે.
જોકે આના કારણે કોઇ ચોખ્ખો અભિપ્રાય બાંધી શકાય નહીં. પતિ જાતીય સંબંધ બાંધવાનું ટાળતો હોય અને જો તમે પહેલ કરો તો હું થાકી ગયો છું અથવા તો કામનો બોજો વધારે છે એવો તર્ક નિયમિત રીતે આપતો હોય હોય તો એ ચેતવણી સમાન છે.
પતિ જો ઘરમાં સતત વ્યગ્ર લાગે, પત્ની સાથે બહાર જવાનું ટાળે અને એકલા બહાર જવાની તક ન ચૂકે તો તેનામાં આવેલો આ બદલાવ ધ્યાન ખેંચે છે જો પતિ વારંવાર મોડી રાત્રે ઘરે આવતો હોય અને સામેથી મોડું થવાનું કારણ આપવા લાગે તો તરત જ ચેતી જવાની જરૂર છે.
પ્રશ્ન : સર, મને એક મુંઝવણ છે કે જ્યારે જ્યારે હું માસ્ટરબેશન કરું છું, ત્યારે ત્યારે મને એવું લાગે છે કે મારી સ્કિન કાળી પડે છે. તેની સાથે ચહેરો પણ કાળો પડી ગયો છે. શરીરમાં થાક લાગે છે. તો શું માસ્ટરબેશનના કારણે એવું હોઇ શકે ? મારી વિનંતી છે કે સર તમે મારા આ પ્રશ્નનો જવાબ આપીને મારી મુંઝવણ દૂર કરો.
જવાબ : જી, ના તમે જે વિચાર કરી રહ્યાં છો તે ખોટા છે, માસ્ટરબેશન કરવાથી સ્કિન કાળી ન પડે. માસ્ટરબેશનને લઇને ઘણા લોકો માને છે, કે તેનાથી નુકસાન થતું હોય છે, પરંતુ હકીકતમાં માસ્ટરબેશન કરવાથી કોઇ નુકસાન થતું નથી. તથા તમે જણાવ્યું છે કે તમારા ચહેરા પર પણ કાળાશ આવી ગઇ તો તે તેનું કારણ માસ્ટરબેશન ના હોઇ શકે, બની શકે કે હોર્મોન્સ ચેન્જ થયા હોય અથવા તો તમને કોઇ દવાની સાઇડઇફેક્ટ થઇ હોય. તેથી તમે સ્કિનસ્પેશિયાલિસ્ટ પાસે જાઓ. તમારી સમસ્યા દૂર થશે.