શું હસ્તમૈથુન રોજ કરવાથી યાદશક્તિ ઉપર અસર પડે છે ?? મને જણાવો

GUJARAT

પ્રશ્ન : અમારાં લગ્ન થયાં ત્યારે અમે બે વર્ષ બાળક ન થાય તે માટે પ્લાનિંગ કર્યું હતું. હવે મારાં સાસુ-સસરા ઇચ્છે છે કે અમારે સંતાન હોવું જોઇએ. અમે બંને અનેક પ્રયત્ન કરીએ છીએ, પણ મારી પત્નીને ગર્ભ રહેતો નથી. અમારે શું કરવું? એક યુવક (વડોદરા)

ઉત્તર : તમારા લગ્ન થયા ત્યારે બાળક ન થાય તે માટે તમે બંનેએ પ્લાનિંગ કર્યું હતું, તો એ સમયે કોઇ ગાયનેકોલોજિસ્ટ કે ડોક્ટરની સલાહ લીધી હોય તો એમને પૂછી જુઓ. તમે બંનેએ તમારી રીતે જ સાવધાની રાખીને સંતાન ન થવા માટે પ્રયત્નો કર્યા હોય તો પછી હવે તમારાં પત્ની ગર્ભધારણ કરે એ માટે તમારાં પત્નીને કોઇ સારા ગાયનેકોલોજિસ્ટને બતાવો.

તે સાથે જરૂરી જણાય તો તમે પણ કોઇ સેક્સોલોજિસ્ટને બતાવી જુઓ. તમને બંનેને જે તબીબી સલાહ આપવામાં આવે તે મુજબ દવા કે ઉપચાર કરવાથી તમારાં પત્ની ચોક્કસ ગર્ભધારણ કરી શકશે. ફર્ટિલિટી ફૂડ ખાવાથી પણ ગર્ભ રહેવામાં મદદ મળતી હોય છે. જો તમારે જલદી ગર્ભવતી થવું હોય તો તમારા આહારમાં તાજાં ફળો સામેલ કરો.

આહારમાં બ્રાઉન રાઈસ, ઘઉંની બ્રેડ, ચણા, મગફળી આખું ધાન્ય અને ફ્લેક્સ સીડનો સમાવેશ કરો. લીલા પાંદડાવાળા શાકભાજીનો ભરપૂર ઉપયોગ કરો. પાલક એવી મહિલાઓ માટે ખૂબ ઉપયોગી છે જે જલદીથી ગર્ભવતી બનવા માગે છે. આ શાકભાજીઓમાં એન્ટિઓક્સિડન્ટ આર્યન અને ફોલિક એસિડ ભરપૂર પ્રમાણમાં હોવાથી એ પ્રજનન અંગોને મજબૂત બનાવે છે. ફોલિક એસિડવાળો આહાર પ્રેગનન્ટ બનવામાં મદદ કરે છે.

પ્રશ્ન : નમસ્તે સર, હું ૨૩ વર્ષનો કોલેજીયન છું. હું સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. મને માસ્ટરબેશનની ટેવ છે, મને લાગે છે કે મારી આ ટેવના કારણે મારી યાદશક્તિ ઘટી રહી છે? જો આમ થતું હોય તો હું માસ્ટરબેશન ન કરું ? હું ખૂબ જ ચિંતામાં છું મને માર્ગદર્શન આપો.

જવાબ : આ ફક્ત તમારી યાદશક્તિ ઘટવાથી તમે પોતાની જાતને મનાવી રહ્યા છો. માસ્ટરબેશન કરવું તે કોઇ ખરાબ આદત નથી, તે શરીરનું અંગ છે, જેની જરૂરિયાત અને સંતોષ માટેની આ પ્રક્રિયા છે, તેથી તમે જે વિચારી રહ્યા છો, તે ખોટો વિચાર છે. માસ્ટરબેશન વ્યક્તિની માનસિકતા સાથે જોડાયેલી છે. યાદશક્તિ ઘટવાને અને માસ્ટરબેશનને કોઇ લેવાદેવા નથી. બદામ અને અખરોટ રોજ ખાવ, તમારી પરીક્ષા માટે વાંચવાનું શરૂ કરો.

Leave a Reply

Your email address will not be published.