શું ગર્ભાશય કઢાવી નાખવાથી સમાગમની ઈચ્છા પુરી થઇ જાય છે ?? શું બધા કહે છે એ સાચું છે ??

GUJARAT

પ્રશ્ન : શું પેક્ડ બેબી ફૂડ માતાના દૂધથી વધારે શક્તિશાળી હોય છે? મારી નણંદ હજી તાજેતરમાં જ માતા બની છે. તેને હંમેશાં એક ધૂન સવાર હોય છે કે તેનો પુત્ર પેક્ડ બેબી ફૂડ લેશે તો વધારે હૃષ્ટપુષ્ટ બનશે. જ્યારે મારી જાણકારી પ્રમાણે નવજાત બાળક માટે માતાના દૂધથી ઉત્તમ કોઈ જ વસ્તુ નથી. યોગ્ય સલાહ આપો?

એક માતા (વલસાડ)

ઉત્તર : તમારી જાણકારી બિલકુલ સાચી છે. માતાનું દૂધ બેબી ફૂડથી લાખ ગણું સારું હોય છે. તે સ્વચ્છ અને સંપૂર્ણ આહાર છે. તેમાં બધાં જરૂરી પૌષ્ટિક તત્ત્વો હોય છે, જે કુદરતનું શ્રેષ્ઠ વરદાન છે. તેમાં રોગપ્રતિકારક શક્તિ ભરપૂર હોય છે.

તે પીવાથી બાળક અનેક ચેપી રોગોથી સલામત રહે છે. માતાનું દૂધ પીતાં બાળકોમાં એલર્જી, ડાયાબિટીસ, લિંફોમા, બ્રોંકિઅલ અસ્થમા અને હાર્ટના કેટલાક ખાસ રોગ થવાનો દર ઘટીને સરેરાશ કરતાં ઘણો ઓછો થઈ જાય છે.

માતાને વળગીને દૂધ પીવાથી બાળકમાં સાઈકોલોજિકલ સલામતીની ભાવના પણ વધી જાય છે. તેનો મનોવૈજ્ઞાાનિક લાભ બાળક અને માતા બંનેને મળે છે. તમે તમારી નણંદને આ દરેક વાતની માહિતી આપો અને તેમને પેક્ડ બેબી ફૂડની મોહજાળથી મુક્ત થવાનો યોગ્ય માર્ગ પસંદ કરવામાં મદદ કરો.

પ્રશ્ન : મારી ઉંમર ૪૩ વર્ષ છે. મારું ગર્ભાશય નીચેની તરફ ખસી ગયું છે, જેને ડોક્ટરે પ્રલેપ્સ ઓફ ધ યૂટરસ હોવાનું જણાવ્યું છે. તેમની સલાહ છે કે મારે ગર્ભાશય કઢાવી નાખવું જોઈએ, પણ મેં સાંભળ્યું છે કે હિસ્ટરેક્ટમી પછી મહિલામાં કમજોરી આવી જાય છે. બીજું, મને એ પણ ડર છે કે મારા પતિ મને આ ઓપરેશન પછી ખબર નહીં કેવી રીતે લેશે. તમારી શું સલાહ છે?

એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : જો તમે તમારો પરિવાર પૂરો કરી લીધો છે અને તમારા કેસમાં પ્રોલેપ્સ ઓફ ધ યૂટરસ એ ડિગ્રી સુધી પહોંચ્યું છે કે તેના ઈલાજ માટે ઓપરેશન જરૂરી છે, ત્યારે હિસ્ટરેક્ટમી જ તેનો સૌથી યોગ્ય ઉકેલ છે.

આ ઓપરેશનથી તમારી પર એટલી જ અસર થશે કે તમને માસિકસ્ત્રાવ બંધ થઈ જશે. તેનાથી ન તો તમારા આરોગ્ય પર કોઈ પ્રતિકૂળ અસર થશે, ન કોઈ શારીરિક સમસ્યા અથવા અડચણ ઊભી થશે.

કમજોરી જેવી સમસ્યાઓ મનોવૈજ્ઞાાવિક સ્તરે હોય છે, તેને ગર્ભાશય કાઢવા સાથે કોઈ સંબંધ નથી હોતો.

ગર્ભાશય નીકળી જવાથી સેક્સ-લાઈફ પર પણ કોઈ વિપરીત અસર થતી નથી અને ગૃહસ્થજીવન પહેલાં જેવું જ રહે છે. હા, માતા બનવાની ક્ષમતા પર અવશ્ય પૂર્ણવિરામ લાગી જાય છે.

Leave a Reply

Your email address will not be published.