શું આ યુવાન-સુંદર મહિલા મંત્રી વડાપ્રધાન ઈમરાન ખાનના પ્રેમમાં? આપ્યો આડકતરો સંકેત!!!

Uncategorized

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ત્રણ ત્રણ વાર લગ્ન કરી ચુક્યા છે પણ હજીસુધી બરાબર ઠર્યા નથી. ઈમરાન ખાન જેટલા પોતાના કામના કારણે ચર્ચામાં નથી આવતા તેના કરતાં વધારે તેમના અંદાજથી હેડલાઈનો બનાવ્યા રાખે છે. હવે એક એવો વીડિયો વાયરલ થયો છે જેને લઈને વડાપ્રધાન ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ વીડિયોમાં ઈમરાન ખાનની લફરાબાજી સામે આવી છે.


પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી એક વીડિયો વાયરલ થયો જેમાં જળવાયુ પરિવર્તનની સંઘીય રાજ્ય મંત્રી જરતાલ ગુલ વઝીરે પ્રધાનમંત્રી ઈમરાન ખાનની એક અલગ જ અંદાજમાં પ્રશંસા કરી છે. જેના કારણે પાકિસ્તાનના પીએમ હવે ઈશ્કના કારણે ચર્ચામાં આવી ગયા છે.

આ વીડિયોમાં ગુલ ઈમરાનની પ્રશંસના અગણિત પુલ બાંધતા જોવા મળી રહી છે. સાથે જ ઈમરાનના હાસ્યની તે પ્રશંસા કરે છે. વીડિયોમાં જરતાલ ગુલે ઈમરાનને કરિશ્માઈ વ્યક્તિ બતાવ્યા હતા. ઈમરાનની કાતિલ મુસ્કુરાહટની સાથે સાથે તેની બોડી લેંગ્વેજની પણ મહિલા મંત્રીએ ચાર ચાસણી ચડે એટલી પ્રશંસા કરી હતી.

ગુલે વીડિયોમાં કહ્યું છે કે, જો તમે પ્રધાનમંત્રી ઈમરાન ખાનની બોડી લેંગ્વેજની વાત કરો છો તો મને લાગે છે કે તે સૌથી સારી બાબત છે. કરિશ્માઈ વ્યક્તિ છે. એ જે તેની કાતિલ મુસ્કાન છે. જ્યારે પણ તે બેઠક રૂમમાં દાખલ થાય છે તો તેમનો કરિશ્મો અજબ હોય છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થતાની સાથે જ અનેલ લોકોએ મહિલા મંત્રીને આડે હાથ લીધી હતી. એક યુઝરે કહ્યું હતું કે, આખી દુનિયામાં કોઈ કામ વિનાનું હોય તો તે વીડિયો વાળી ગુલ છે. કટાક્ષ હોવા છતાં પણ આ વાત સાચી છે. કારણ કે કોઈ પણ વખત પાકિસ્તાનની આ મંત્રી પોતાના કામના કારણે ચર્ચામાં નથી રહ્યા, પણ જ્યારે તેણે ઈમરાન ખાનની કાતિલાના મુસ્કાનની ચર્ચા કરી ત્યારે તે કિસ્સો ટોક ઓફ ધ ટાઊન બની ગયો હતો.

અન્ય એક યુઝરે કહ્યું હતું કે, મને લાગે છે કે આ શાનદાર છે કે તમે તમારા પ્રધાનમંત્રીને બોલિવુડમાં જે રીતે સલમાન ખાન રોલ નિભાવે છે એવી જ રીતે તૈયાર કરો. જ્યારે એક અન્ય ટ્વીટમાં કહ્યું હતું કે – બહુ જ સુંદર છો… વડાપ્રધાન પાસેથી તમારે બીજુ શું જોઈએ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *