શ્રાદ્ધ પક્ષમાં કાગડો આપે આવા સંકેત તો સમજો પિતૃઓના મળ્યા આશીર્વાદ, ધન પ્રાપ્તિ કરાવે

DHARMIK

પિતૃ પક્ષનો સમય પિતૃઓના તર્પણ અને શ્રાદ્ધ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમયે લોકો તેમના પિતૃઓને યાદ કરે છે અને તેમની પાસેથી આશીર્વાદ લે છે. પિતૃપક્ષ ભાદરવા મહિનાની પૂર્ણિમાની તારીખથી શરૂ થાય છે અને અશ્વિન મહિનાની અમાવસ્યા એટલેકે આસો માસની અમાસ સુધી ચાલે છે.

પિતૃપક્ષના 16 દિવસ હોય છે. જેને સોળ શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે. આ વખતે પિતૃપક્ષનો સમય 2 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી રહેશે. આ સમય દરમિયાન તમારે કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. આ સમયે પિતૃઓના આશીષ મેળવવાનો અવસર હોય છે.

પિતૃઓના તર્પણની સાથે દાન-પુણ્ય, ગરીબો અને બ્રાહ્મણોને ભોજન કરાવવુ, ગાયને ઘાસ આપવુ, કાગડા અને શ્વાનને ભોજન આપવાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ મત્યુ લોક પરથી ધરતી પર આશીર્વાદ આપવા આવે છે.

જો શ્રાદ્ધ પક્ષમાં કાગડો અનાજના ઢગલા પર બેસે તો આર્થિક પ્રગતિ થાય છે. આનો સીધો અર્થ એ છે કે ધનલાભ પ્રાપ્ત થશે. મકાનની છત પર કે લીલા વૃક્ષ પર જઇને બેસે તો સમજો અચાનક લાભ થશે.

જો કાગડો ગાયની પીઠ પર ચાંચ ઘસતો દેખાય તો પિતૃઓના આશિષ મળ્યા તેમ સમજવુ. કાગડો તણખલુ લઇને પસાર થાય તો સમજો ખુબજ શુભ થવાનું છે તમારા અટકેલા કામ પુરા થઈ જવાના છે. જો કાગડો જમણી બાજુ આવીને ભોજન ગ્રહણ કરે તો સમજો તમારા અટકેલા કામ હવે થઈ જશે. પિતૃઓને નિયમિત તર્પણ કરવાથી મનના મનોરથ પૂર્ણ થાય છે.

Leave a Reply

Your email address will not be published.