શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓના તર્પણ દરમિયાન ક્યારે કોનું કરવુ શ્રાદ્ધ, જાણીલો સમગ્ર નીતિ નિયમ

DHARMIK

પૂર્વજોને યાદ કરીને શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓના તર્પણમાં સરળતા રહે તે માટે ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં ચોકક્સ તિથિએ ચોક્ક્સ પ્રકારે મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે.

જાણો કઈ તિથિએ કોનું કરવું શ્રાદ્ધ

સામાન્ય રીતે શ્રાદ્ધને લઈને પહેલો નિયમ એ છે કે વ્યક્તિ જે તિથિએ મૃત્યુ પામ્યા હોય તે તિથિએ તેનું શ્રાદ્ધ કરી શકાય છે. જેમ કે પૂનમે મૃત્યુ પામ્યા હોય તેનું પૂનમે, પાંચમે મૃત્યુ પામ્યા હોય તેનું પાંચમે તેરસે મૃત્યુ પામ્યા હોય તેનું તેરસે એમ જ અન્ય દિવસોમાં તિથિ અનુસાર શ્રાદ્ધ નાખવાની પરંપરા છે. આમ છતાં સંજોગો વસાત જો એ દિવસે શ્રાદ્ધ ન થઈ શકે તેમ હોય તો આ દિવસોમાં પણ તેમનું શ્રાદ્ધ કર્મ થઈ શકે છે. જેમ કે…

જે સૌભાગ્યવતી સ્ત્રીઓ મૃત્યુ પામી હોય એટલે કે જે પતિની હૈયાતીમાં સ્ત્રી મૃત્યુ પામે તેવી સ્ત્રીનું શ્રાદ્ધ કર્મ નોમના દિવસે કરવામાં આવે છે. આ દિવસે આવી સૌભાગ્યવતી સ્ત્રીઓનું શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. જ્યારે કોઈ સંન્યાસીનું શ્રાદ્ધ કરવું હોય અગિયારસના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે. જો માતામહનું શ્રાદ્ધ કરવાનું હોય તો પ્રથમ દિવસે કરવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિનું મૃત્યુ અસ્ત્ર કે શસ્ત્રથી થયું હોય કે આત્મહત્યા કરી હોય કે ઝેર આપીને મારી નાંખવામાં આવ્યા હોય કે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય તેવા લોકોનું શ્રાદ્ધ 14ના(ચૌદસના દિવસે) કરવામાં આવે છે.

આ સિવાય કોઈ વ્યક્તિનું સર્પદંશથી મૃત્યુ થયું કે બ્રાહ્મણ શ્રાપ કે વજ્રાધાતથી મૃત્યુ થયું કે પછી બળીને મોત થયું હોય કે પશુઓના હુમલાથી મોત થયું હોય, કે પછી કોઈ પ્રકારે હત્યા થઈ હોય કે કોઈ મહારોગથી મૃત્યુ થયું હોય કે લૂંટારુઓએ મોતને ઘાટ ઉતારી દીધાં હોય અને મૃત્યુ થયું હોય તેવા લોકોનું મૃત્યુ પણ 14(ચૌદસના દિવસે) કરવામાં આવે છે.

જો કોઈનું મૃત્યુ નાનપણમાં થયું હોય તેવા વ્યક્તિઓનું શ્રાદ્ધ 12(બારસના દિવસે) કરવામાં આવે છે. કોઈ બાળકનું મોત થયું હોય તો તેનું શ્રાદ્ધ પણ આ દિવસે બારસના દિવસે કરવામાં આવે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ રીતે મૃત પામેલી હોય અને તેની ચોક્કસ તિથિની જાણ ન હોય તેનું શ્રાદ્ધ અમાસના દિવસે કરી શકાય છે તેથી તેને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *