શિરડીમાં 7 ઓક્ટોબરથી કરી શકાશે સાંઈબાબાના દર્શન, જાણો નિયમો

DHARMIK

શિરડીમાં સાંઈબાબાના ભક્તો હવે 7 ઓક્ટોબરથી એટલે કે નવરાત્રિના પહેલા દિવસથી દર્શન કરી શકશે. મળતી માહિતી અનુસાર 7 ઓક્ટોબરથી મંદિરમાં 15000 ભક્તોને પ્રવેશ આપવામાં આવશે.

શું છે મંદિરમાં દર્શનના નિયમ
મંદિરની તરફથી લોકો માટે 5000 પેઈડ પાસ અને 5000 ઓનલાઈન અને 5000 ઓફલાઈન પાસની સુવિધા રાખવામાં આવી છે. કુલ 15000 શ્રદ્ધાળુઓને સાંઈ મંદિરમાં પ્રવેશ અપાશે. દર કલાકે 1150 ભક્તો માસ્ક સાથે પ્રવેશ કરશો. આરતી માટે એકસાથે 90 ભક્તોને પ્રવેશ અપાશે. મંદિરમાં 2 નંબરના પ્રવેશ દ્વારથી આવવાની સાથે 4 અને 5 નંબરના દ્વારથી બહાર જવાની સુવિધા અપાઈ છે.

કોને નહીં મળે પ્રવેશ- મંદિરમાં ગર્ભવતી મહિલાઓને પ્રવેશ મળી શકશે નહીં. આ સિવાય 10 વર્ષથી નાના બાળકો અને 65 વર્ષથી ઉપરના લોકોને મંદિરમાં પ્રવેશ અપાશે નહીં.

શું મંદિર બંધ રહેશે
મંદિરના કેટલાક કક્ષ બંધ તો કેટલાક ખુલ્લા રહેશે. તેમાં ધ્યાન અને પારાયણ કક્ષ બંધ રહેશે. આ સિવાય સાંઈ મંદિર દર્શન, નિવાસ વ્યવસ્થા, ભોજનાલય, ઓનલાઈન- ઓફલાઈન પ્રણાલી, ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *