શેરબજારના 5 મલ્ટિબેગર સ્ટોક્સને ઓળખોઃ હજુ પણ કરોડોપતિ બનાવી શકે

GUJARAT

રોકાણકારોને યોગ્ય સમયે મલ્ટિબેગર શેર મળી જાય અને તેમાં તેઓ લાંબા સમય સુધી ઈન્વેસ્ટમેન્ટ જાળવી રાખે તો તેમનો ધનાઢ્ય બનતા કોઈ રોકી શકતું નથી. પરંતુ મલ્ટિબેગર શેર કઈ રીતે ઓળખવા તે એક સવાલ છે. આ વિશે અમે માર્કેટના સ્પેશિયાલિસ્ટ સુદીપ બંદોપાધ્યાય સાથે વાત કરીને તેમનો મત જાણ્યો હતો. તેઓ કહે છે કે મારા પોર્ટફોલિયોમાં ઘણા બધા મલ્ટિનેશનલ કંપનીઓના શેર છે અને તેમણે મલ્ટિબેગર વળતર આપેલું છે. તેમાંથી કેટલાક મુખ્ય શેરોમાં કેસ્ટ્રોલ (Castrol) અને ઈલેન્ટાસ બેક (Elantas Beck)નો સમાવેશ થાય છે. તેઓ કહે છે કે, “મારા પુત્રને અમેરિકા ભણવા મોકલ્યો ત્યારે તેનો બધો ખર્ચ મને ઈલેન્ટાસ બેકમાંથી મળેલા વળતરમાંથી નીકળ્યો હતો.”

નાની મલ્ટિનેશનલ કંપનીઓએ પણ સારું એવું વળતર આપ્યું છે. તાજેતરમાં તેમણે ITC, લાર્સન એન્ડ ટુબ્રો (Larsen & Toubro) અને VIP ઈન્ડસ્ટ્રીઝના શેરમાં જોરદાર વળતર મેળવ્યું છે. આ બધા ખરીદવા જેવા મલ્ટિબેગર સ્ટોક્સ છે. તેઓ કહે છે કે માર્કેટ હાલમાં વોલેટાઈલ છે. મંદીના ભય અને સ્લોડાઉનના ભયથી ક્રૂડ ઓઈલના ભાવને અસર થઈ છે. યુરોપમાં અત્યારે સંકટ ચાલે છે પરંતુ ચીનની સ્થિતિ એવી છે જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા છે. ચીનના ઘણા વિસ્તારો હજુ પણ લોકડાઉન હેઠળ છે. ચીન કદાચ ક્રૂડ ઓઈલનો સૌથી મોટો વપરાશકાર છે.

ICICI Bankના સ્ટોક વિશે તમારો શું મત છે?
ICICI બેન્કના શેરે જબ્બરજસ્ત દેખાવ કર્યો છે. હાલના મેનેજમેન્ટે જે ટર્નઅરાઉન્ડ કર્યું છે તે અસાધારણ છે. ચંદા કોચરનું પ્રકરણ બન્યું ત્યારે લોકો આઈસીઆઈસીઆઈ બેન્ક વિશે ચિંતિત હતા. હવે બેન્કે અસાધારણ પુનરાગમન કર્યું છે. લેટેસ્ટ ક્વાર્ટરના આંકડા આઉટસ્ટેન્ડિંગ છે. યાદ રાખો કે ICICI બેન્ક કોઈ નાની બેન્ક નથી. તેની એસેટ ક્વોલિટીમાં નોંધપાત્ર સુધારો થયો છે. હાલના સ્તરેથી તેમાં હજુ તીવ્ર વધારાની શક્યતા રહેલી છે.

તાજેતરમાં મને ITC જેવા જાણીતા સ્ટોકમાંથી સારું એવું વળતર મળ્યું છે. મેં 200થી 210-215ના લેવલ પર ITCમાં ખરીદી કરી છે. મેં 1300થી 1400ના લેવલ પર એલ એન્ડ ટી (L&T)માં ખરીદી કરી હતી. આ બધા સ્ટોક્સ સારી રીતે સ્થાપિત અને વેલ સ્ટ્રક્ચર્ડ છે. તેમાં હવે નોંધપાત્ર કરેક્શન આવ્યું છે અને હવે વાજબી વેલ્યૂ પર ખરીદી કરવાની તક છે.

Leave a Reply

Your email address will not be published.