શરીર પર આવા નિશાન દેખાય તો રહેશો નહી લાપરવાહ, જાણો તેની પાછળનું કારણ

helth tips

આપણને જ્યારે પણ કોઈ નાની મોટી સમસ્યા થાય છે મોટેભાગે આપણે તેને ખુબજ હળવાશથી લઈએ છીએ. જ્યાં સુધી સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે ત્યાં સુધી આપણે તેને ગંભીરતાથી નથી લેતા નથી. આપણા શરીર પર ક્યારેક ચકામા ઉપસી આવે છે આ નિશાન દર્શાવે છે કે આપણા શરીરમાં કોઈ બીમારી છે જેને આપણને પણ જાણ નથી. આ વસ્તુઓને સામાન્ય રીતે ન લેશો. આવા નિશાન પડે તો તાત્કાલીક ડોક્ટરનો સંપર્ક કરવો.

ત્વચા પર આવા ચકામા ઉપસી આવે તો સમજી લેવુ કે શરીરમાં રક્ત વાહિકાઓ ફાટી જાય છે. આનાથી ત્વચાની નીચે લોહી જમા થવા લાગે છે. આ સીવાય પણ આવા વાદળી ચકામા પડી જાય તેની પાછળ બીજા કારણ હોય છે.

લાગવાના કારણે પડે નિશાન
કેટલીક વાર છોલાઈ જવાય કે થોડો બેઠો માર પડે જેમાં લોહી ન નીકળી શકે ત્યાં આવા નિશાન ઉપસી આવે છે. આવા ભાગ પર સોજો ચડી જાય છે અને ચકામા ઉપસી આવે છે. વધતી ઉંમર, પોષણનો અભાવ, તેમજ શરીરમાં જરૂરી સપ્લીમેન્ટ ન મળવાના કારણે શરીર પર આવા નિશાન ઉપસી આવે છે.

પોષક તત્વોની કમીથી પણ શરીર પર આવા ચકામા ઉપસી જાય છે. વિટામિન્સ, મિનરલ્સ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આવા સમયે જો શરીરને યોગ્ય પ્રમાણમાં પોષક તત્વ ન મળે તો શરીર પર વાદળી ચકામા થવા લાગે છે. વિટામીન કે, સી, ઝીંક અને આયરનની ઉણપના કારણે આવા ચકામાઓ ઉપસી આવે છે.

દવા અને સપ્લીમેન્ટના કારણે
વાર્ફેરિન અને એસ્પિરિન જેવી લોહીને પાતળી કરનાર દવાઓ લોહીને જામવાથી રોકે છે જેનાથી આવા વાદળી નીશાન શરીર પર ઉપસી આવે છે. કેમકે બ્લડ પ્લેટલેટ્સ નીચે આવી જાય છે. સાથે ત્વચાની નીચે લોહી જામી બહાર ચકામા દેખાય છે. કુદરતી પોષક તત્વો મળતા હોય તેવો ખોરાક ખાવાથી આ સમસ્યાથી બચી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *