શરીરના આ ભાગ પર ગરોળી પડવી ખૂબ શુભ, નહીં રહે કોઇ મુશ્કેલી થશે ધન લાભ

DHARMIK

ઘણા લોકો એવા હોય છે કે જે ગરોળીથી ડરતા હોય છે અને તેનાથી દૂર ભાગે છે. પરંતુ તમને જાણીને હેરાની થશે કે ગરોળીથી તમારા જીવનમાં ખુશીઓ આવી શકે છે ગરોળી તમને શુભ સંકેત આપી શકે છે. તો આવો જોઇએ ગરોળી શરીરના કયા અંગ પર પડે છે તેનો શુ મતલબ થાય છે.

માથા પર

જ્યોતિષ મુજબ માથા પર ગરોળી પડવી ખૂબ શુભ માનવામાં આવે છે કહેવામાં આવે છે કે જો કોઇ વ્યક્તિના માથા પર ગરોળી પડે છે તો તેને રાજ્યમાં સમ્માન મળે છે. તેના પદ-પ્રતિષ્ઠામાં વધારો થાય છે. તે સિવાય તમને દરેક કામમાં સફળતા મળે છે.

હોઠ પર

જ્યોતિષ મુજબ હોઠ પર ગરોળી પડવી અત્યંત શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જો નીચેના હોઠ પર ગરોળી પડે થો વ્યક્તિના ધનમાં વધારો થાય છે. જોકે, ઉપરના હોઠ પર ધન હાનિનો યોગ બની શકે છે.

ડાબા જમણા કાન પર

ગરોળી જમણા કાન પર પડે તો વ્યક્તિના આરોગ્યમાં સુધારો થાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જેના જમણા કાન પર ગરોળી પડે છે તેના આયુષ્યમાં પણ વધારો થાય છે. જ્યારે ડાબા કાન પર પડે તો તેને ધનમાં લાભ થાય છે.

પેટ પર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ગરોળી પેટ પર પડે તો આભુષણમાં વૃદ્ધિ થવાનો સંકેત છે. તે સિવાય જો કોઇ વ્યક્તિના સાથળ પર ગરોળી પડે તો તે શુભ માનવામાં આવે છે એટલે અચાનક ધન લાભની સ્થિતિ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *