શનિપીડા દૂર કરવા આ ત્રણ તેલનો કરો ઉપયોગ અને હનુમાનજીને કરો પ્રસન્ન

DHARMIK

અનેક પ્રકારના તેલ બજારમાં મળે છે. તેલનો ઉપયોગ ખાદ્ય સામગ્રી સિવાય પૂજામાં પણ કરવામાં આવે છે. તેલના દીવા ઉપરાંત કેટલાક ભગવાનને તેલ ચડાવવામાં પણ આવે છે. આવા તેલમાં સરસવ, નાળિયેરનું તેલ, મગફળી, સૂર્યમુખી, જૈતુન, સોયા વગેરેનો સમાવેશ થાય છે. જો કે સ્વાસ્થ્ય માટે લીમડા, એરંડા, ચમેલી, બદામના તેલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આજે આ સિવાય તેલના ઉપયોગથી થતાં કેટલાક ટોટકા વિશે પણ જાણકારી મેળવી લો જેને અજમાવવાથી ગણતરીના દિવસોમાં લાભ મળે છે.

ચમેલીનું તેલ

હનુમાનજીને દર મંગળવારે અને શનિવારે સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવવું. ઉપરાંત નિયમિત હનુમાનજીને ધૂપ-દીપ કરવા જોઈએ. આમ કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે.

સરસવનું તેલ

એક વાટકીમાં સરસવનું તેલ લઈ તેમાં પોતાનું મુખ જોઈ અને તેને સાંજના સમયે શનિદેવના મંદિરમાં રાખી આવવું. આ ઉપાય શનિવારે કરવાથી વિશેષ લાભ મળે છે.

તલનું તેલ

તલના તેલથી સતત 41 દિવસ સુધી પીપળાના ઝાડ પાસે દીવો કરવો. આ ઉપાય અસાધ્ય રોગોમાંથી પણ છૂટકારો આપે છે.

મનોકામના પૂર્તિ માટે ઉપાય

પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો સતત 41 દિવસ સુધી પ્રજ્વલિત કરવો. તેનાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *