શનિ રચશે ત્રિગ્રહી યોગ, આ 5 રાશિની વધશે પારાવાર મુશ્કેલી

Uncategorized

નવુ વર્ષ આવતાની સાથે જ નવી આશાઓ જગાવે છે. આગામી વર્ષ કેવુ રહેશે તેના પર આપણી સૌ કોઇની નજર રહેશે. ભવિષ્યને જાણવા ઉત્સુક સૌ કોઇ હોઇ. આગામી સમય આ 5 રાશિ માટે થોડો મુશ્કેલી ભર્યો રહેશે. વર્ષ 2022માં મકર રાશિમાં શનિની રાશિમાં ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. શનિ પહેલેથી જ મકર રાશિમાં બેઠો છે, 5 જાન્યુઆરીએ બુધ પણ આ રાશિમાં પહોંચી જશે.

આ પછી 14 જાન્યુઆરીએ સૂર્ય પણ મકર રાશિમાં પહોંચશે. મકર રાશિમાં શનિ, સૂર્ય અને બુધનો સંયોગ ત્રિગ્રહી યોગ બનાવશે. જે શુભ માનવામાં આવતું નથી. આવી સ્થિતિમાં 5 રાશિઓ માટે થોડી મુશ્કેલી વધી શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકોને આ સમયમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. વિરોધીઓ ઉભા થશે અને તમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરશે. તમારી કારકિર્દીને પણ અસર કરી શકે છે. વરિષ્ઠ અધિકારીઓ પણ આ સમયે તમારો સાથ આપી શકશે નહીં. આ કારણે તમારે માનસિક તણાવનો પણ સામનો કરવો પડે છે.

કન્યા રાશિ

આ રાશિના લોકોએ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. પેટ સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. આ કારણોસર, ખોરાક વિશે ખૂબ કાળજી રાખો

તુલા રાશિ
તુલા રાશિ માટે આ સમય થોડો મુશ્કેલીભર્યો રહેશે. માનસિક તણાવ વધશે. હોસ્પિટલમાં ચક્કર લગાવવા પડશે. કમર દર્દની સમસ્યા થઇ શકે છે.

ધન રાશિ
આ રાશિ માટે આગામી સમય મુશ્કેલી વધારશે. દામ્પત્ય જીવનમાં ઉથલ-પાથલ રહેશે. જીવનસાથી સાથે ટક્કર થવાની શક્યતા રહેશે. સાવધાની રાખો તબીયત લથડશે.

મકર રાશિ
આરાશિ માટે આવનારો સમય ખુબ મુશ્કેલ રહેશે કરેલા કામ અટકી જશે. આવક કરતા જાવક વધશે. આર્થિક મુશ્કેલી આવશે. તબીયત લથડશે. સંભાળીને રહેવુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *