શનિ જયંતિ પર રાશિ અનુસાર કરો દાન, મળશે સફળતા

DHARMIK

હિંદુ ધર્મમાં શનિ જયંતિને મહત્ત્વની માનવામાં આવે છે. આ સાથે જ્યોતિષમાં શનિ ગ્રહને વધારે પ્રભાવી માનવામાં આવે છે. તે ન્યાયના દેવતા માનવામાં આવે છે. જેઠ મહિનાની અમાસે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. 30 વર્ષ બાદ આ વખતે શનિ જયંતિના અવસરે શનિદેવ પોતાની રાશિ એટલે કે કુંભમાં રહેશે. એવામાં રાશિ અનુસાર કરાતું દાન લાભદાયી રહેશે. તો જાણો શનિજયંતિના દિવસે કોણે શું દાન કરવું.

મેષ

શનિ જયંતિએ મેષ રાશિના લોકોએ સરસિયાનું તેલ અને કાળા તલનું દાન કરવું.

વૃષભ

આ રાશિના લોકોએ શનિ મંદિરે જવું અને શનિ ચાલીસાનો પાઠ કરવો. શક્ય હોય તો જરૂરિયાતવાળી વ્યક્તિને કાળા કામળાનું દાન કરવું.

મિથુન

આ રાશિના લોકોએ શનિ જયંતિ પર કાળા કપડાનું દાન કરવું લાભદાયી રહેશે.

કર્ક

કર્ક રાશિના જાતકો પર ઢૈય્યા ચાલી રહી છે. આ કારણે આ જાતકોએ શનિ જયંતિના દિવસેપૂજા પાઠ, દાન ઉપાય કરવા. આ માટે અડદની દાળ, તેલ, તલનું દાન કરવું સારું રહેશે.

સિંહ

આ રાશિના જાતકોએ શનિ જયંતિ પર ઓમ વરેણ્યાય નમઃનો જાપ કરો.

કન્યા

શનિ જયંતિ પર કન્યા રાશિના જાતકોએ ગરીબોને છત્રી અને જૂતા દાન કરવા.

તુલા

આ રાશિના જાતકોએ શનિ જયંતિ પર જરૂરિયાતમંદને કાળા કપડા, છત્રી અને સરસિયાનું તેલ દાન કરવું.

વૃશ્વિક

આ રાશિના લોકો પર શનિની ઢૈય્યા ચાલી રહી છે. તેઓએ આ દિવસે લોખંડની ચીજોનું દાન કરવું લાભદાયી રહેશે.

ધન

આ રાશિના લોકોએ આ દિવસે શનિ મંત્ર ઓમ પ્રાં પ્રીં પ્રોં સઃ શનયે નમઃ નો જાપ કરવો.

મકર

આ રાશિના લોકો પર શનિની સાડા સાતી ચાલી રહી છે. તેઓ શનિ જયંતિના દિવસે પશુ પક્ષીઓને ચણ અને પાણી આપે. આ સિવાય કૂતરાને રોટલી ખવડાવવાથી પણ પુણ્ય મળશે.

કુંભ

આ રાશિના લોકો પર શનિની સાડા સાતી ચાલી રહી છે. તે કુષ્ઠ રોગીની મદદ માટે રૂપિયા કે દવાનું દાન કરે.

મીન

આ રાશિના લોકો પર સાડા સાતી ચાલી રહી છે. આ માટે તેઓએ આ દિવસે ઘી, સરસિયાનું તેલ અને તલનું દાન કરવાનું સારું રહેશે.

Leave a Reply

Your email address will not be published.