શનિ અમાસે થશે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, સુખ-શાંતિ માટે કરો આ ઉપાય

GUJARAT

વર્ષ 2021નું છેલ્લું સૂર્યગ્રહણ 4 ડિસેમ્બર શનિવારના રોજ થશે. આ દિવસે શનિ અમાસ પણ છે. બંને એક જ દિવસે હોવું એ એક અદ્ભુત સંયોગ છે. વૃશ્ચિક રાશિ અને અનુરાધા નક્ષત્ર અને જેષ્ઠા નક્ષત્ર આનાથી સૌથી વધુ પ્રભાવિત થશે. દેશના કોઈપણ ભાગમાંથી સૂર્યગ્રહણ દેખાશે નહી જેને કારણે દેશમાં તેની કોઈ ખરાબ અસર થશે નહીં. સુતક પણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

સુતકની ગેરહાજરીના કારણે મંદિરો ખુલ્લા રહેશે. ઘરમાં અને મંદિરોમાં પૂજા પાઠ ચાલુ રહેશે. આ ખગ્રાસ સૂર્યગ્રહણ દક્ષિણ ગોળાર્ધના દેશો જેમ કે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, એન્ટાર્કટિકા, દક્ષિણ એટલાન્ટિક મહાસાગર અને દક્ષિણ હિંદ મહાસાગરમાં જોવા મળે છે. ભારતીય સમય અનુસાર, તે લગભગ સવારે 10:58 થી બપોરે 3:06 વાગ્યા સુધી જોઈ શકાય છે.

શનિ અમાસના દિવસે કરવામાં આવેલ વિશેષ ઉપાયોથી શનિદેવની સાડાસાતી અને ઢૈય્યામાંથી મુક્તિ મળે છે. શનિશ્ચરી અમાસના દિવસે સવારથી જ શનિ મંદિરોમાં શનિ દેવતાના દર્શન અને પૂજા કરવા માટે ભક્તો ઉમટી પડે છે. પંચામૃત સ્નાન, શનિદેવનો અભિષેક તલ-તેલથી કરવામાં આવે છે. શનિ ચાલીસાના પાઠ કરવાથી કષ્ટોથી મુક્તિ મળે છે.

સૂર્યગ્રહણ અને શનિ અમાસ એક જ દિવસે થવાના કારણે દાન કરવું ખૂબ જ શુભ રહેશે. આ દિવસે શ્રધ્ધા અનુસાર દાન કરવું . જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ. આ દિવસે તેલ, પગરખાં, લાકડાનો પલંગ, છત્રી, કાળા કપડાં અને અડદનો ઉપયોગ કરવામાં આવે છે. કઠોળનું દાન કરવાથી કુંડળીમાં રહેલ શનિદોષ સમાપ્ત થાય છે.

જે લોકો શનિદેવની સાડાસાતીમાંથી પસાર થઈ રહ્યા છે, તેઓએ સરસવના તેલનો દિપ પ્રગટાવવો જોઈએ. દરવાજા પર કાળા ઘોડાની નાળ મૂકો સાંજે પશ્ચિમ દિશામાં તેલનો દીવો પ્રગટાવો. શં શનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવો, પ્રદક્ષિણા કરવાથી લાભ થાય છે.

Leave a Reply

Your email address will not be published.