શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન પહોંચ્યો જેલ, સામે આવ્યા PHOTOS

BOLLYWOOD

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને એનસીબીના અધિકારીઓ આર્થર રોડ જેલ લઈ ગયા છે. 7 ઓક્ટોબરની રાત તેને NCB ઓફિસમાં જ વિતાવી હતી. તેની સાથે બાકીના 8 આરોપીઓ પણ એનસીબી ઓફિસમાં જ હતા. આર્યન ખાનને જેલમાં લઈ જતી ઘણી તસવીરો સામે આવી છે.

આર્યન ખાનના જામીન કેસની સુનાવણી ચાલી રહી છે. આર્યન ખાન અને અન્ય 8 આરોપીઓ હજુ પણ ન્યાયિક કસ્ટડીમાં છે, તેથી તેમને NCB દ્વારા જેલમાં લઈ જવામાં આવ્યા છે. આર્યન ખાનને આજે જેલ મળશે કે જામીન, આ અંગેનો ચુકાદો ટૂંક સમયમાં આવવાનો છે.

આર્યન ખાન અને અન્ય 8 આરોપીઓની જામીન અરજી પર હજુ સુનાવણી ચાલી રહી છે, પરંતુ તે પહેલા NCB એક્શનમાં આવી ગયું છે અને તેઓ આર્યન ખાન સહિત તમામ 8 આરોપીઓને જેલમાં લઈ જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આર્યન ખાન અને 8 આરોપીઓને આર્થર રોડ જેલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *