શાહી શોખ અને કરોડોની પ્રોપર્ટી, ગૌરી ખાનની નેટ વર્થ જાણીને હક્કા-બક્કા રહી જશો!

nation

આર્યન ખાન આજે આખા દેશમાં ડ્રગ્સ કેસને લઈ ચર્ચામાં આવ્યો છે. ત્યારે આ માહોલ વચ્ચે માતા ગૌરી ખાનનો 51મો જન્મદિવસ આવ્યો છે. 8 ઓક્ટોબર 1970ના રોજ દિલ્હીમાં જન્મેલી ગૌરી બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખની પત્ની છે. કહેવાય છે કે જ્યારે ગૌરીએ શાહરૂખનો હાથ પકડ્યો હતો ત્યારે શાહરૂખને કોઈ નહોતું ઓળખતું પરંતુ આજે તે કોઈ પરિચયનો મોહતાજ નથી. ગૌરીએ પણ પોતાના જીવનમાં એક મોટું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગૌરી એક પ્રખ્યાત ઈન્ટિરિયર ડિઝાઈનર છે અને તેમણે ઘણા મોટા સેલેબ્સના ઘર અને ઓફિસો ડિઝાઇન કર્યા છે. એટલું જ નહીં તેણે પોતાનું ઘર મન્નત પણ જાતે ડિઝાઈન કર્યું છે. આજે મન્નત ખુબ વખાણવામાં આવી રહ્યું છે.

ગૌરી ખાન મહેનતમાં માનનારી સ્ત્રી છે. તે પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટની સહ-અધ્યક્ષ અને સહ-સ્થાપક પણ છે. 50 સૌથી શક્તિશાળી મહિલાઓના ફોર્ચ્યુન મેગેઝિનમાં પણ ગૌરીએ પોતાનું સ્થાન બનાવ્યું છે. શાહરૂખ આ દેશનો સૌથી મોટો સ્ટાર કહેવામાં આવી રહ્યો છે અને વિદેશોમાં પણ તેનું નામ ગુંજે છે, પરંતુ ગૌરી પોતે પણ કરોડોની સંપત્તિની માલિક છે.

જો વાત કરીએ 2002ની તો ગૌરીએ પતિ શાહરૂખ સાથે મળીને એક ફિલ્મ પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ શરૂ કરી. આ પ્રોડક્શન હાઉસમાં બનેલી લગભગ તમામ ફિલ્મો સુપરહિટ રહી છે. તેમણે પહેલી ફિલ્મ ‘મૈં હુ ના’નું નિર્માણ કર્યું જેમાં શાહરૂખ ખાન અને સુષ્મિતા સેન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફરાહ ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ જબરદસ્ત સફળ રહી હતી. આ પછી ગૌરીએ ‘ઓમ શાંતિ ઓમ’ અને ‘હેપ્પી ન્યૂ યર’માં પણ પૈસા રોક્યા અને આ ફિલ્મોને સારી સફળતા પણ મળી હતી. ગૌરી માત્ર એક સફળ નિર્માતાની સાથે સાથે એક ઈન્ટિરિયર ડિઝાઇનર તરીકે પણ મોટું નામ છે. તે હૃતિક રોશનની ભૂતપૂર્વ પત્ની સુઝેન ખાન સાથે સંયુક્ત ભાગીદારીમાં કામ કરે છે. સુઝેન અને ગૌરી ખૂબ સારા મિત્રો છે.

ગૌરીની કુલ સંપત્તિની વાત કરીએ તો તે લગભગ 1600 કરોડ રૂપિયાની માલિક છે. તેમની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી પ્રોડક્શન કંપની છે જેની કિંમત 500 કરોડ રૂપિયા છે. શાહરુખ ખાન જ્યારે મુંબઈ આવ્યો ત્યારે તેણે એક દિવસ મન્નતને પોતાનું ઘર બનાવવાનું સપનું જોયું અને આજે તેનો આખો પરિવાર આ આલીશાન બંગલામાં રહે છે. શાહરૂખ અને ગૌરીના આ ઘરની કિંમત 200 કરોડ હોવાનું કહેવામાં આવે છે.

ગૌરી ખાન પાસે એક ભવ્ય બેન્ટલે કોન્ટિનેન્ટલ છે જેની કિંમત લગભગ 2.25 કરોડ રૂપિયા છે. વર્ષ 2007માં ખાન પરિવારને દુબઈમાં ખૂબ જ મોંઘો વિલા ડેવલપર્સ નખીલ પાસેથી 24 કરોડ રૂપિયાની ભેટ તરીકે મળ્યો હતો. આ સાથે ગૌરીની મુંબઈમાં એક વૈભવી દુકાન પણ છે જેની કિંમત 150 કરોડ રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *