શા માટે ઘરમાં વધારે સમય નથી રખાતો મૃતદેહ ?, તાત્કાલીક કેમ કરવામાં આવે અંતિમ સંસ્કાર?

DHARMIK

મૃત્યુ જીવનનું એક એવું સત્ય છે કે આ પૃથ્વી પર જન્મલેનાર દરેકને તેનો સામનો કરવો પડે છે. તમે એવું જોતાં હશો કે કોઈનું જેવું મૃત્યુ થાય કે તેને અગ્નિદાહ બને એટલાં ઝડપી આપી દેવાની કોશિશ કરવામાં આવે છે. આવું શા માટે ?કેમ હિંદુ ધર્મમાં છે આવી પ્રથા ? શા માટે અગ્નિદાહ જ ? આજે આપણે વિસ્તારથી કારણ જાણીશુ.

ગરુડ પુરાણમાં આ વાતોનો ઉલ્લેખ જોવા મળે છે. તેમાં કરવામાં આવેલા વર્ણન અનુસાર જ્યારે કોઈનું મૃત્યુ થઈ જાય ત્યારે આસ-પાસના, નજીકના લોકો એકઠાં થઈ જાય છે. તે ઘરમાં કે તે શેરી મહોલ્લામાં શુભ કાર્ય કરવામાં આવતું નથી. જ્યાં સુધી મૃતદેહ પડ્યો હોય ત્યાં સુધી કોઈને કોઈ ઈશ્વરનું નામ લેવામાં આવે છે.

એટલું જ નહિં ઘરમાં ચુલો પણ સળગાવવામાં આવતો નથી. હિંદુ ધર્મનું માનીએ તો મૃતદેહની દેખરેખ કરવી બહું જ જરૂરી થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે જો મૃતદેહને કોઈ પ્રાણી કે જીવજંતુ સ્પર્શી જાય તો તે મૃતક માટે શુભ માનવામાં આવતું નથી. તેની દુર્ગતિ થાય છે.

હિંદુ શાસ્ત્રો પ્રમાણે મૃત વ્યક્તિની યોગ્ય સમયમાં યોગ્ય વિધિથી અંતિમ સંસ્કાર કરી દેવા જોઈએ. તે મૃત વ્યક્તિ માટે અને તેના પરિવાર માટે લાભકારી નિવડે છે. કહેવાય છે કે જો અંતિમસંસ્કાર યોગ્ય રીતે કરવામાં આવે તો મૃત વ્યક્તિના આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે. તેની સાથે પિંડદાન કરવાથી દેવતાઓના આશીર્વાદ મળે છે.

જ્યારે કોઈ મૃત વ્યક્તિને અગ્નિદાહ દેવામાં આવે છે તે પહેલાં તેના હાથ પગને બાંધી દેવામાં આવે છે. આમ એટલાં માટે કરવામાં આવે છે કે તે મૃતકના શરીર પર કોઈ પિશાચ કબ્જો ન કરી લે.

જ્યોતિષશાસ્ત્રનું કહેવું છે કે અંતિમસંસ્કારમાં ચંદન, તુલસી, આંબાના લાકડાનો ઉપયોગ કરવો જોઈએ. આ લાકડાને શુભ માનવામાં આવે છે. આમ કરવાથી જીવાત્માની દુર્ગતિ થતાં બચી જાય છે. આખરી વિદાય પછી ઘરની પુનઃ અશુદ્ધિને લઈને ક્રિયાઓ કરવામાં આવે છે. ગરુડ પુરાણમાં બતાવાયેલા નિયમોનું પાલન કરવામાં આવે છે. આમ કરવાથી જીવાત્માને ગતિ મળે છે.

આમ તો બધા જ જાણતા હોય છે કે કોઈ મૃત વ્યક્તિને સૂર્યાસ્ત પછી અગ્નિદાહ દેવામાં આવતા નથી. જો કે આ મામલે જુદી જુદી થિયરી પ્રવર્તે છે. અનેક લોકો માને છે કે સૂર્યાસ્ત પછી પુરુષના શરીરના અંતિમસંસ્કાર કરી શકાય છે પણ સ્ત્રીના નહિં. સામાન્ય રીતે સાંજ ઢળી જાય અને અંધકારના ઓળા ઉતરી આવે તે પછી અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *