સેક્સ માત્ર રાતનો વિષય નથી, દિવસે પણ આટલું કરી જુઓ

Uncategorized

પાર્ટનર માટે પોતાની આત્મીયતા અને પ્રેમ દર્શાવવાનો સૌથી મોટો રસ્તો એટલે સેક્સ. તમે તમારા વ્યવહારની સાથે સાથે કોઇપણ સમયે તમારા અમુક વર્તન થકી પણ પાર્ટનર માટેની લાગણીઓ દર્શાવી શકો છો. ખાસ કરીને લગ્નનાં અમુક વર્ષો બાદ જ્યારે પતિ-પત્ની વચ્ચે તણાવનું વાતાવરણ સર્જાય, રૂટિન લાઇફમાં બંને એટલાં વ્યસ્ત બની ગયાં હોવ કે અંગત લાઇફ ઉપર તેની અસર વર્તાવા લાગી હોય. રાતને રંગીન અને સંગીન બનાવવી હોય તો તેની શરૂઆત દિવસથી કરો. પોતાના પાર્ટનરને દિવસે પણ કિસ કરો, આલિંગન આપો અને તેને રાત માટે તૈયાર કરો. સેક્સ્યુઅલ લાઇફમાં જ્યારે તણાવ સર્જાય ત્યારે સમજી લેવું કે સંબંધોની બેટરી ફરી ચાર્જ કરવાનો સમય પાકી ગયો છે. અને આવી જ બધી નાની નાની વાતો તમારી સેક્સ લાઇફને ફરી તરોતાજા કરી દેશે.

રેન્ડમ કિસ કરો

લગ્નના અમુક સમય બાદ પહેલાંની માફક ચુંબનનો સિલસિલો જાણે ગાયબ થઈ જતો હોય છે. ચુંબન માત્ર સેક્સની શરૂઆતમાં જ કરવામાં આવે છે. આમ કરવાને બદલે પાર્ટનરને અચાનક કિસ કરીને સરપ્રાઇઝ આપો. પાર્ટનરને માથામાં તેલ માલિશ કરતાં કરતાં કિસ કરો, પાર્ટનર નાહીને બહાર નીકળે, કપડાં બદલે કે વાળ ઓળે ત્યારે અચાનક જ વળગીને ઇન્ટેન્સ કિસ કરો, કિસ કર્યાં બાદ તેને જણાવો કે તેને કિસ કરવું તે તમારાં ગમતાં કામોમાંનું એક કામ છે. પાર્ટનરને કિસ અને તમારા બદલાયેલાં વર્તનથી સરપ્રાઇઝ કરો. તે આપોઆપ ઉત્તેજિત થઇને તમારી પાસે આવશે.

આલિંગન

સંબંધની શરૂઆતમાં હગનું જેટલું મહત્ત્વ હોય છે તેટલું અમુક વર્ષો બાદ નથી રહેતું. પહેલાંની માફક તમે ઉત્તેજિત થઇને હગ નથી કરતાં, કે ન તો હગ કરતી વખતે ઉત્તેજિત થાવ છો. અરે, લગ્નનાં થોડાં વર્ષો બાદ તો બેડમાં પણ અલગ અલગ પડખે સૂવાનો રિવાજ શરૂ થઇ જતો હોય છે. આવું કરવાને બદલે પાર્ટનરને કોઇપણ સમયે અચાનક હગ કરો. તેને પકડીને હકથી હગ માંગો અને કરો. બેડ ઉપર પણ પાર્ટનરને ચોંટીને સૂવો અને વાત કરવી હોય તો પણ થોડું આિંલંગન કરીને વાતો કરો, તમે જાતે જ આલિંગનનો જાદુ કેવો થાય છે તે જોઈ શકશો.

સ્પર્શ કરો

પાર્ટનરને તમે સેક્સના મૂડમાં છો એ જણાવવા અને તેને પણ મૂડમાં લાવવા તેને ગમતી જગ્યાએ સ્પર્શ કરો, એ સ્પર્શ માત્ર તમારા હાથનો જ નહીં તમે તમારા શરીરનાં બીજાં અંગોનો ઉપયોગ પણ કરી શકો છો. તમારા હોઠનો ઉપયોગ કરો, ગાલનો ઉપયોગ કરો, બ્રેસ્ટનો પણ ઉપયોગ કરી શકાય છે. પતિ માટે તમારો આ સ્પર્શ અત્યંત ઉત્તેજક બની રહેશે, તે તરત જ મૂડમાં આવી જશે અને સામે તમને પણ યોગ્ય પ્રતિસાદ આપવા લાગશે.

એકબીજાને આકર્ષવાનો પ્રયત્ન કરો

સંબંધની શરૂઆત હોય ત્યારે પાર્ટનર એકબીજાને આકર્ષવા માટે અનેક કામ કરતાં હોય છે. તેમની વાતો, તેમની એક્શન બધું જ તે માટે સક્રિય હોય છે. પણ જેમ જેમ સંબંધ આગળ વધે તેમ તેમ આ વસ્તુ બંધ થઈ જાય છે. પછી એકબીજાને આકર્ષવાનો વિચાર સુધ્ધાં પણ મગજમાં નથી આવતો. આ કારણે પણ સંબંધ બોરિંગ બની જતો હોય છે. તેને તરોતાજા કરવા એકબીજાને આકર્ષવાનો પ્રયત્ન કરો. એકબીજાને ગમતું પરફ્યૂમ લગાવો, ગમતી હેરસ્ટાઇલ રાખો, ગમતાં કપડાં, નાઇટવૅર અને ઇનરવૅર પહેરો, એકબીજાનાં વખાણ કરો, અંગેઅંગને મુલાયમ અને સુગંધી બનાવો, જેથી પાર્ટનર જોઇને સીડયૂસ અને ઉત્તેજિત થઈ શકે.

પાર્ટનરને કંટ્રોલ આપી દો

ઘણી વાર સેક્સની ચરમસીમા ભોગવવા માટે સેક્સનો કંટ્રોલ પાર્ટનરને પણ સોંપવો જોઇએ. ખાસ કરીને મહિલાઓ તેમના સ્વભાવની વિપરીત જઈને કંઇક વર્તન કરશે તો તે પતિ માટે ચોક્કસ અત્યંત ઉત્તેજિત બની રહેશે. કોઇ વાર તમારી જાતે જ તમારા હાથ બાંધીને તમારા પતિને સરપ્રાઇઝ કરો, તેને તમારા બોડીનો, તમારા શરીરનો અને તમારા ઓર્ગેઝમનો કંટ્રોલ આપો, એક વાર આ કાર્ય કરો પછી જુઓ કે પતિ બમણી ઉત્તેજનાથી સેક્સમાં કાર્યરત થશે.

બીજી વાર ઓર્ગેઝમ મેળવવાનો પ્રયત્ન કરો

મહિલાઓને એકથી વધારે વાર ઓર્ગેઝમનું વરદાન પ્રાપ્ત થયેલું છે. તે અને તેનો પાર્ટનર ધારે તો એક જ વારના સેક્સમાં બે કે તેથી વધારે વાર ઓર્ગેઝમ મેળવી શકે છે. તેનો લાભ લ્યો. મોટાભાગે પુરુષોને એવી ઇચ્છા હોય છે કે તેમની પાર્ટનર એક રાતમાં બે કે તેથી વધારે વાર સેક્સમાં સક્રિય થાય. એક વાર સેક્સ પત્યા બાદ અને ઓર્ગેઝમ મળી ગયા બાદ પડખું ફરીને સૂઈ જવાને બદલે થોડી વાર પછી ફરીથી તેમાં સક્રિય થાવ, અને ફરીથી પાર્ટનર પાસે તમને ગમતાં સ્પર્શ કરાવીને ઉત્તેજના બતાવો, ફરીથી ઓર્ગેઝમ મેળવવા બંને કાર્યરત થાવ. તમારી આ એક્શન સો ટકા તમારા પાર્ટનરને ગમશે. કોઇવાર તમારે ફરી કાર્યરત ન થવું હોય, મતલબ કે સેક્સ ન કરવું હોય તો પણ તમારા પુરુષ પાર્ટનરને બ્લોજોબ કે હેન્ડજોબ કરી ફરી સેક્સનો આનંદ આપો. તમારી આ એક્શન તમારા પાર્ટનર માટે સુંદર સરપ્રાઇઝ બની રહેશે. તમારા એક રાતના આવા એક્શનથી પાર્ટનર તમે વધારે સક્રિય બનો એવી કામના કરશે.

કપડાં

મોટાભાગના પુરુષોની એ ફેન્ટસી હોય છે કે તેની પત્ની તેની સાથે કપડાં વગર સૂએ. સ્ત્રી માટે તે થોડું અગવડતાભર્યું બની જતું હોય છે. પણ તમે તમારા પાર્ટનરની ખુશી માટે કોઇ વાર એ જેૃર અપનાવી શકો છો. એ રીતે સૂવાથી પાર્ટનરની લાંબા સમયની વિશ પૂરી થઇ જશે.

યાદ રાખો, તમારું દરેક નવું વર્તન કે જે તમારા પાર્ટનર માટે યુઝવલ ન હોય તે તમારા બંનેના સંબંધને મજબૂત બનાવવાનું કામ કરશે, તમારા બોરિંગ બની ગયેલા સેક્સ્યુઅલ સંબંધને સારા બનાવવાનું કામ કરશે. કોઇ વાર આવું વર્તન કરીને પાર્ટનરને ખુશ કરવાથી તમે સંબંધમાં ઘણો બદલાવ માર્ક કરી શકશો. હંમેશાં સામેના પક્ષે આશા રાખવાને બદલે કોઇવાર તમે પણ પાર્ટનરને ગમતું વર્તન કરી જુઓ. મજા તો આવશે જ…

Leave a Reply

Your email address will not be published.