સેક્સ દરમિયાન બોયફ્રેન્ડ મ્યૂઝિક વગાડે છે જે મને બિલકુલ પસંદ નથી હું શું કરું?

GUJARAT

સવાલઃ મારા બોયફ્રેન્ડની એક વિચિત્ર આદત છે. તે હંમેશા મારી સાથે સેક્સ માણતા સમયે રોક મ્યૂઝિક સાંભળે છે પરંતુ મને આ મ્યૂઝિક બિલકુલ પસંદ નથી. મને એવું લાગે છે કે આ મ્યૂઝિક રોમાન્ટિક વાતાવરણને સમગ્ર રીતે બગાડી નાખે છે.

જોકે, બોયફ્રેન્ડને એવું લાગે છે કે મ્યૂઝિક સાંભળીને તેને સેક્સ દરમિયાન પર્ફોર્મ કરવામાં મદદ મળે છે. શું તેનો આ વ્યવહાર નોર્મલ છે? હું શું કરુ? હું તેને ખૂબ જ પ્રેમ કરું છું, પરંતુ મને તેનો આ વ્યવહાર નોર્મલ લાગતો નથી હું શું કરું?

જવાબઃ તમારી સમસ્યાનો ઉકેલ માત્ર એક જ છે કે, તમે બોયફ્રેન્ડને સમજાવવાની કોશિશ કરો કે, તે રોક મ્યૂઝિક વગાડવાના બદલે તમારી પસંદનું ગીત વગાડે. જો બોયફ્રેન્ડને તમારી પસંદનું મ્યૂઝિક એબનોર્મલ લાગે તો તમારે નક્કી કરવાનું કે તમે આગળ શું કરવા ઈચ્છો છો? કારણકે તમે તેને પ્રેમ કરો છો.

સવાલ: મને મારા ફિટનેસ ટ્રેઈનર સાથે સમય વિતાવવો ખૂબ જ પસંદ છે. અમે હજુ સુધી મર્યાદા નથી ઓળંગી, પરંતુ મને તેની સાથે ખૂબ જ ગમે છે. હું તેને મળવાના બહાના શોધતી રહું છું, અને તેને મારા ઘરે પણ બોલાવું છું. મારા પતિ કામકાજ માટે મોટાભાગે બહાર જ રહેતા હોવાથી તેઓ ભાગ્યે જ ઘરે હોય છે, અને તેમની ગેરહાજરીમાં મારો ટ્રેઈનર જ મારી સપોર્ટ સિસ્ટમ બની ગયો છે. જોકે, હવે મને એ વાતનો ડર લાગી રહ્યો છે કે મારા પતિને અમારા રિલેશન પર શંકા થઈ તો હું શું કરીશ? હું તો એ પણ નથી જાણતી કે અમારા સંબંધોને નામ શું આપવું.

જવાબ, સારા સંબંધોની એક લાક્ષણિકતા એ છે કે તમે જ્યારે કોઈ યોગ્ય વ્યક્તિ સાથે રિલેશનમાં હો ત્યારે બીજા કોઈ પ્રત્યે તમને આકર્ષણ નથી થતું. જોકે, સમયાંતરે લાઈફ પાર્ટનર સિવાય બીજા કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણનો અનુભવ થવો કોઈ અજુગતી વાત નથી. મહત્વનું એ છે કે આ આકર્ષણને તમે કેવી લો છો. કોઈના પ્રત્યે લાગણી થતી હોય તો તેને છૂપાવવી મુશ્કેલ છે. રિલેશનમાં હોવાથી તમારી બાયોલોજિકલ ગતિવિધિઓ પણ કંઈ અટકી નથી જતી. એવું ના વિચારશો કે બીજા કોઈ પ્રત્યે આકર્ષણ હોવાનો અર્થ એ છે કે તમને હવે તમારા લાઈફ પાર્ટનરમાં રસ નથી રહ્યો.

તમારે એ સમજવાની જરુર છે કે તમે તમારા ફિઝિકલ ટ્રેઈનરની નજીક હો ત્યારે તમને એક અલગ જ અહેસાસ કેમ થાય છે? શું તમે તેના સ્પર્શથી કોઈ વિશેષ લાગણી અનુભવો છો, શું તેની સાથેની નીકટતા તમને કંઈક અલગ ફીલ કરાવે છે? તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે તમે તે વ્યક્તિમાં જે કંઈ પણ જોઈ રહ્યા છો તે તેના વ્યક્તિત્વની એક બાજુ છે, તેની બીજી બાજુ તો તમે હજુ જોઈ જ નથી. તમે તમારા પતિને જે રીતે ખરાબ મૂડમાં જોયો છે કદાચ તે વ્યક્તિને તે સ્થિતિમાં જોયો જ નથી.

જ્યારે તમારા ઘરમાં બધું બરાબર ના હોય ત્યારે તેનો ફાયદો કોઈ બહારનો ના ઉઠાવી જાય તે પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. જો તમારા રિલેશન મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોય અને તમારી વચ્ચે સંવાદની કમી હોય તો તમારે પહેલા તો તેને ઠીક કરવા જોઈએ, જેથી તમારે તે રિલેશનની બહાર બીજું કંઈ વિચારવાની જરુરિયાત ઉભી ના થાય. જો તમારા અને તમારા પતિ વચ્ચે અંતર છે તો તેને મિટાવવા તમારે પ્રયાસ કરવા જોઈએ. આશા છે કે આટલું જાણી તમારા મનમાં સ્પષ્ટતા આવી ગઈ હશે કે તમારે હવે કઈ દિશામાં આગળ વધવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *