સ્કૂલના ક્લાસરૂમમાં એની પાસે બેસવા વારો પાડતા, એક દિવસ તો હોટલમાં લઈ ગયા બાદમાં લગાવી હતી લાઈનો, એ હતી જ મસ્ત

nation

વરસાદના છાંટણાં હોય કે ઝંઝાવાત, ભલભલાને ભીંજવી જાય, સ્પર્શી જાય. આ સ્પર્શ દરેક વ્યક્તિ જુદી જુદી રીતે અનુભવે. કોઈ તનથી ભીંજાય તો કોઈ મનથી, ભીંજાય અવશ્ય!

ખ્યાતિ હંમેશની જેમ વરસાદના આલ્હાદક વાતાવરણને બાલ્કનીમાં બેસીને માણી રહી હતી. વાતાવરણની ભીનાશ એની લાગણીઓને ભીંજવી રહી હતી. વરસાદના વિવિધ રૂપની જેમ એની લાગણીઓ પણ અનેક રૂપે ભીંજાઈ રહી હતી.

વરસાદની વાછંટથી એના હાથનું પેપર ભીંજાઈ રહ્યું હતું. એ કાગળ પરના પલળતા શબ્દો અને ઓગળીને પ્રસરાતી શાહીને જોઈ રહી હતી. વિરુબેનને નવાઈ લાગતા પૂછયું ,” આ શું? પેપરને આમ પલળવા દઈને શું મળે?”

ખ્યાતિ હસી પડી. ”એક અનેરો આનંદ! મા, હું આ શબ્દો જેમ મારી લાગણીઓ, મારી નકારાત્મકતા, મારી નિરાશા ધોવાઈને વહેતી અનુભવી રહી છું.”

હા, થોડાં સમયથી એ ઘણી ખુશ રહેવા લાગી હતી. કદાચ મહિનાઓ પછી વિરુબેને ખ્યાતિને આટલી ખુશ જોઈ હતી. હાસ્તો વળી, સાસરેથી આવી ત્યારથી એ કેવી ગુમસુમ અને અકળાયેલી રહેતી. બસ, બાલ્કનીમાં આકાશને તાંકતી બેસી રહેતી. વિરુબેન કાંઈ કહેતા તો અકળાઈ જતી. એનો ચહેરો નિસ્તેજ અને ઝાંખો પડવા માંડયો હતો. એ અવહેલના, એ અપમાન, એ અવગણના એ ખ્યાતિના આત્મસન્માન અને સ્વાભિમાનને કોરી ખાધાં હતાં.

હજી ગયા મહિનાની જ વાત. રોજની જેમ ખ્યાતિ બાલ્કનીમાં બેઠી હતી. ભારે હૈયે એણે એ ફોન ડીસકનેક્ડ કર્યાે હતો. વાત સાંભળી કેવી ભાંગી પડી હતી. એનું દામ્પત્ય જીવન બસ એક કાગળના ટુકડાને, એક સહી અને એક કાનૂની થપ્પા પર ટક્યું હતું ?

એ દિવસે..

ચ્હાનો કપ ખ્યાતિને આપતા વિરુબેને કહ્યું હતું,”બેટા, ક્યાં સુધી? ક્યાં સુધી તું તારી જાત સાથે આવો અન્યાય કરીશ? હવે, ભૂલી જા ભૂતકાળને, એ સંબંધોને જેણે તારી અવહેલના કરી. આગળ આખી જીંદગી પડી છે. ભૂલી જા જે થયું અને જીવનને નવેસરથી જીવવાનું શરૂ કરી દે.”

ખ્યાતિએ ચ્હાનો કપ બાજું પર મુકી વિરુબેને પોતાની પાસે બેસાડયા હતા. એમનો હાથ પકડી કહ્યું હતું , ”મા, તમે આમ દુ:ખી ના થશો. તમે મારી તાકાત છો. પણ, સાચું કહું, હું તમારા જેવું મજબૂત મનોબળ નથી ધરાવતી. હું જાણું છું જે થયું એ ભૂતકાળ છે અને એને વાગોળવું નક્કામું છે પણ.. હવે એને ભૂલવું પણ એટલું સહેલું તો નથી ને?”

”આ એ જ યશ હતો જેણે મને સહર્ષ સ્વીકારી હતી. એ પોતે પણ ક્યાં…..? આ તો અરસપરસનું સમાધાન અને સ્વીકૃતિ હતા …પછી પણ…આવું? હું પોતે પણ ઘણું બધું જતું કરીને જ યશને પરણી હતી ને? જોકે એનો મને લેશમાત્ર રંજ ન હતો તમે જાણો છો. જેને મેં મારું સર્વસ્વ સમપત કરી દીધું એણે જ મારી અવહેલના કરી?

મને ત્યજી દીધી? કેમ? એક દુર્ઘટનાને કારણે, જે માટે જવાબદાર પણ એ પોતે જ હતો ? એક પર ી માટે? ધ બોલતાં બોલતાં ખ્યાતિની આંખો ભરાઈ આવી હતી.

વિરુબેને ખ્યાતિને પોતાની બાથમાં લઈ લીધી હતી અને એના માથે હાથ ફેરવતા બેસી રહ્યા હતા.

પછી વિરુબેન બાલ્કનીની જાળી પકડી ઊભા થયા ત્યારે એમના હાથ પર જાળીએ જામેલો કાટ લાગી ગયો હતો. એ તરત બોલી પડયા હતા,” બેટા, જાળી પર આ કાટ કેમ જામ્યો તું જાણે છે…એ મારે તને સમજાવવાની જરૂર નથી….

આ જાળીની બહાર અને અંદરની દુનિયા કેટલી અલગ છે. બહાર બધું જીવંત છે કારણકે એ બધું જ સમય સાથે ગતિમાન છે. જીવનના બદલાવ સાથે બધું જ પરિવર્તનશીલ છે. અને અહીં અંદર?” કહી એમણે ખ્યાતિ સામે જોયુ હતું અને ચ્હા બનાવવા અંદર ચાલ્યા ગયા હતા.

ઢળતી સાંજ અને વરસાદી વાતાવરણમાં દિવસ જલ્દી પૂરો થતો હતો. વાદળોમાં ઢંકાતા સૂરજનું અજવાળું ઓસરતા અને વાતાવરણમાં ઠંડક થતા ખ્યાતિએ અંદર જઈ ચ્હા પીવાનું વિચાર્યું હતું….

એણે રૂમની અંદર નજર કરી. રૂમનું અંધારુ એને એનાં જીવનના અંધકારની પ્રતીતિ કરાવતું લાગ્યું હતું. એ એજ જાળીની બહાર અને અંદરનું વિરોધાભાસી જીવન હતું જેની વિરુબેને વાત કરી હતી.

એ જાળી પકડીને બેસી રહી હતી. કઠેડાને પકડી એ બેઠાં બેઠાં બહાર જોતી રહી.

પણ,

થોડાં દિવસોથી ખ્યાતિ ઘણી ખુશ રહેવા લાગી હતી. જાણે એક હેલ્લારો એ એનાં જીવનમાં પ્રવેશી એના વિચારોને નવી દિશા આપી હતી.

એ વર્તમાનની સંપૂર્ણ સ્વીકૃતિ સાથે જીવન જીવવા માંગતી હતી. જે પ્રતક્ષ હતું એને માણવા માંગતી હતી.

અને સદનસીબે એને એ તક મળી……

એક દસ-બાર વર્ષનો કિશોર, થોડાં દિવસોથી રોજ ઘરના સામેના મેદાનમાં આવતો થયો હતો. પાતળો બાંધો, ઊંચું કદ અને રૂપાળો ચહેરો…અને દૂરથી પણ એટલું જ આકષત કરતું એ ચહેરા પરનું એનું સોહામણું હાસ્ય..!

દુરભાગ્યવશ એ ઘોડીને ટેકે ચાલતો હતો. એના બીજા હાથના ખભે એક થેલો રહેતો. એ રોજ સાંજે મેદાનમાં આવી પોતાની ઘોડી બાંકડાના સહારે ઊભી રાખી, થેલો ખોળામાં લઈ બેસી જતો. મેદાનમાં બાળકોને રમતા જોઈ એના ચહેરા પર અનેરો આનંદ દેખાતો. વાસ્તવિકતાનો જાણે સહજ સ્વીકાર કરતો એ કિશોર…કોઈ રંજ કે મલાલ વગર….કેટલો નિખાલસ, સહજ અને સરળ સ્વીકાર!

Leave a Reply

Your email address will not be published.