ગ્રહોના રાજા ભગવાન સૂર્ય દેવ આજ રાત્રે 11 કલાક અને 21 મિનિટે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં સૂર્યદેવ 15 જૂન 2021 સુધી સવારે 05 કલાક 58 મિનિટ સુધી રહેશે. સૂર્યના આ ગોચરથી વૃષભ રાશિને ખુબજ ફાયદો થશે તો એવી પાંચ રાશિ છે જેનો સમય ખરાબ શરૂ થઈ રહ્યો છે. સૂર્યના ગોચરનું આ પાંચ રાશિ પર નકારાત્મક પરિણામ જોવા મળશે. આ પાંચ રાશિને ખુબજ સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે.
વૃષભ રાશિ
આ ગોચરથી વૃષભ રાશિના જાતકોને ખુબ જ શારીરિક કષ્ટ થશે. તબીયતની ખાસ કાળજી રાખવી.
મિથુન રાશિ
આ ગોચરથી આર્થિક ફટકો લાગવાની શક્યતા છે. વાદ-વિવાદથી દૂર જ રહેવપ કોર્ટ કચેરીથી સમસ્યાઓ થશે. અપ્રિય સમાચારોથી મન બેચેન રહેશે. અશાંતિ ઘેરી લેશે. આંખ, કાન,ગળાના રોગથી બચવુ.
તુલા રાશિ
મુશ્કેલી ભર્યો સમય આવશે. વાદ વિવાદ ઘેરી લેશે. અગ્નિ, ઝેર અને દવાઓથી બચવુ
ધન રાશિ
ઉધાર લેતા પહેલા વિચારજો. દેવાનું ભારણ વધશે. આર્થિક સમસ્યાઓ આવશે. અપ્રિય સમાચાર માટે તૈયાર રહેજો.
કુંભ રાશિ
પરિવારમાં માનસિક તકરાર રહેશે. અશાંતિનો સામનો કરવો પડશે. મુસાફરી કરતા સાવધાની રાખવી સામાન ચોરી થવાની શક્યતા છે. જમીનના વિવાદમાં ન પડશો મોટુ નુકસાન થશે. આ સમય ખુબજ સાવધાની રાખવાનો છે.