સૌરાષ્ટ્ર યુનિ.ના કેમેસ્ટ્રીના Ph.D વિદ્યાર્થીએ કર્યો આપઘાત, એકના એક પુત્રના મોતથી પરિવાર શોકમાં..

GUJARAT

રાજકોટના માધાપર ગામ પાસે આવેલ આજી-2 ડેમમાંથી યુવકન લાશ મળી આવતા કુવાડવા પોલીસનો સ્ટાફ્ દોડી ગયો હતો. મૃતક સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં કેમેસ્ટ્રીમાં PHD કરતો હોવાનું અને એરપોર્ટ રોડ ઉપર રહેતા દંપતીનો એકનો એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે. આશાસ્પદ યુવાનના આપઘાતથી પરિવાર આપઘાતમાં ગરકાવ થઇ ગયું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, માધાપર ગામે ઇશ્વરિયા મંદિરની આગળ આવેલ આજી-2 ડેમમાં એક યુવકની લાશ તરતી હોવાનો કોઈ જાગૃત નાગરિકે જાણ કરતા ફાયર બ્રિગેડનો સ્ટાફ્ દોડી ગયો હતો અને મૃતદેહ બહાર કાઢી કંટ્રોલમાં જાણ કરતા કુવાડવા રોડ પોલીસના અજયભાઈ નિમાવત સહિતનો સ્ટાફ્ દોડી ગયો હતો. મૃતક પાસેથી એક આઈ-કાર્ડ મળી આવ્યું હતું. જેમાં એરપોર્ટ રોડ ઉપર આવેલ રાજ્કૃતિ એપાર્ટમેન્ટમાં રહેતો આદિત્ય પ્રકાશભાઈ રાવલ ઉ.૨૩ હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારને જાણ કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પીટલે ખસેડયો હતો.

પોલીસ તપાસમાં આદિત્યના માતા-પિતા નોકરી કરતા હોવાનું અને આદિત્ય સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં કેમેસ્ટ્રીમાં PHD કરતો હોવાનું જાણવા મળ્યું છે. સવારે 11 વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ બે વાગ્યા સુધી ઘરે પરત નહિ આવતા અને ફોન પણ બંધ આવતા પરિવારે તેના મિત્રોને ફેન લગાવ્યા હતા પરંતુ તેના મોતના સમાચાર આવ્યા હતા.

આદિત્ય ભણવામાં હોશિયાર હોવાથી તેને સ્કોલરશીપ પણ મળી હતી પોતે ક્રિકેટનો શોખીનહતો PHDના ગાઈડ મનીષ શાહ સાથે ગત સાંજે સાડા પાંચ સુધી વાતચીત કરી હતી. સાથી મિત્રો આદિત્યના આપઘાતના બનાવથી ચોકી ઉઠયા છે.

આપઘાત કરવા જેવી કોઈ સમસ્યા હતી જ નહી છતાં આવું પગલું શા માટે ભર્યું તે જાણવા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. બીજી તરફ્ એકના એક આશાસ્પદ પુત્રના મોતથી દંપતી આઘાતમાં ગરકાવ થઇ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *