સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં રહેતા વિજય કથીરિયાએ 2 વર્ષના પુત્ર માટે ચંદ્ર પર જમીન ખરીદી, બનાવ્યો આ રેકોર્ડ

GUJARAT

હજુ ચંદ્ર પર માનવી પહોંચી શક્યો નથી, પરંતુ ત્યાં અનેક સેલિબ્રિટી સહિત ઘણા લોકોએ જમીન ખરીદવાનું શરૂ કરી દીધું છે. હાલ સુરતના એક વ્યક્તિએ પોતાના નવજાત પુત્ર માટે ચંદ્ર પર જમીન ખરીદી હોવાના અહેવાલ મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આજકાલ અનેક સેલિબ્રિટી સહિત ઘણાં લોકોએ ચંદ્ર પર જમીન ખરીદવા લાગ્યા છે. ત્યારે હવે સુરતના વિજય કથીરિયાએ પોતાના બે વર્ષના પુત્ર માટે ચંદ્ર પર એક એકર જમીન ખરીદી હોવાનો દાવો કર્યો છે. વિજય કથીરિયાએ   રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. બુધવારે તેમને જમીનની ખરીદીને મંજૂરી મળી ગઇ છે. ત્યારે સૌથી નાની ઉંમરે જમીન ખરીદી કરવાનો પણ રેકોર્ડ બન્યો છે. નિત્ય નામનો બાળક જમીન માલિક બન્યો છે. વિજય કથીરિયા  ઈન્ટરનેશનલ લુનાર લેન્ડ રજીસ્ટ્રીમાં 1 એકર જમીન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ગઈ કાલે (બુધવાર) વિજય કથીરિયાને એક એકર જમીનની ખરીદીને મંજૂરી મળી ગઇ છે. તેની સાથે જ સૌથી નાની ઉંમરે જમીન ખરીદી કરવાનો પણ રેકોર્ડ પણ બન્યો છે. સુરતના વિજય કથીરિયાનો બે વર્ષનો પુત્ર નિત્ય નામનો બાળક એક એકર જમીનનો માલિક બન્યો છે. ઇન્ટરનેશનલ લેન્ડ રજિસ્ટ્રમાં કાર્યવાહી હાથ ધરાશે. વિશ્વમાં સૌથી નાની ઉંમરે જમીન ખરીદીનો રેકોર્ડ પણ ગુજરાતના સુરતમાં બન્યો છે.

સુરતના પિતા વિજય કથીરિયા કે જેઓ સૌરાષ્ટ્રમના વતની છે અને હાલ સુરતમાં રહે છે. 13 તારીખે તેમને 1 એકર માટે જમીન ખરીદવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેનું ગઈકાલે મંજૂરી મળી ગઈ છે. આ સાથે જ વિજય કથીરિયાનો પુત્ર આ જમીનનો માલિક બની ગયો છે. આ સાથે જ વર્લ્ડમાં સૌથી નાની ઉંમરે જમીન ખરીદી કરવાનો પણ રેકોડ ગુજરાતમાં બન્યો છે. હવે ટૂંક સમયમાં જમીન ખરીદી માટે ઇન્ટરનેશનલ લુનાર લેન્ડ રાજિસ્ટ્રી આગામી દિવસોમાં જમીનના કાગળો મોકલશે.

અત્રે નોંધનીય છે કે અગાઉ ભાવનગરના તળાજાના ગોપનાથ રોડ પર રહેતા અને અલંગમાં ઓઈલનો વેપાર કરતા જાવેદ ગીગાણીએ એક એકર જમીન ખરીદી કરી હોવાનો દાવો કર્યો હતો. તેમણે અમેરિકન કંપની પાસેથી આ જમીન ખરીદી હતી. એક એકર જમીન રાખવા માટે લુનાર લેન્ડર્સ નામની કંપનીએ 750 ડોલર(55,000) રૂપિયા ચૂકવ્યા હતા.

બોલિવુડ સ્ટાર્સ પણ ચંદ્ર પણ જમીન ખરીદી ચૂક્યા છે.

બોલિવૂડ કિંગખાન શાહરૂખ ખાન અને સુશાંત સિંહ રાજપૂતે પણ ચંદ્ર પર જમીન ખરીદી છે. ચંદ્ર પર જમીન ખરીદવા માટે ન્યૂયોર્ક સ્થિત લ્યૂનર રજીસ્ટ્રી દ્વારા નોંધણી કરવામાં આવે છે. શાહરૂખ અને સુશાંત સહિતના લોકો ચંદ્ર પર પોતાની માલિકી નોંધાવી શકતા નથી. ચંદ્ર પર જે કંપનીઓ જમીન વેચી રહી છે, તે કાયદેસર નથી.

ચંદ્ર પર જમીનનું વેચાણ કઈ રીતે શક્ય બની શકે?

તમને જણાવી દઈએ કે ચંદ્ર પર જમીન ખરીદવા માટે વાસ્તવમાં કોઈ વેબસાઈટ નથી. જેટલી પણ સંસ્થાઓ ચંદ્ર પર જમીનનું વેચાણ કરી રહી છે, તે માત્ર જમીન વેચ્યાનું સર્ટિફિકેટ આપે છે. જેને કોઈપણ દેશની કાયદેસર માન્યતા નથી. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે પણ કોઈ વ્યક્તિ ત્યાં જઈ શકે એમ હાલ તો સંભવ નથી. આ માત્ર એક શોખ અને ખુશી માટે કરાતું કામ છે, જેમાં માત્ર સર્ટિફિકેટ પર જમીન મળે છે, વાસ્તવમાં નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *